સુરત : જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 20 ઓગષ્ટ : સૂરત જીલ્લા સંકલન સમિતિની આજે મળેલી બેઠકમાં કલેકટર આયુષ ઓક દ્વારા જાહેર જનતાના પ્રશ્નો સંદર્ભે અઘિકારીઓ સાથે ચર્ચા કરી નિરાકરણ માટે સૂચના આપવામાં આવી હતી.આજની બેઠકમાં ખાસ કરી ને વિવિધ પ્રકારના સરકારી લેણાંની વસુલાત ઝડપી કરવા અને કચેરીમાં પડતર પ્રશ્નોના નિવારણ માટે સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં ચોર્યાસી વિસ્તાર તેમજ પર્વત પાટિયા લિંબાયત વિસ્તાર કોયલી ખાડી અને મીઠી ખાડી ઉપરના દબાણોના કારણે પાણી સરળતાથી વહેણમાં ખુબ જ અવરોધ આવી રહ્યા છે. કલેકટર આયુષ ઓક દ્વારા સિંચાઇ વિભાગના ઇજનેરોને મીઠી ખાડી અને કોયલી ખાડી ઉપરના દબાણો, અવરોધોનું સર્વે કરી આવતી બેઠકમાં રજૂ કરવા જણાવ્યું હતું.

કલેકટરએ ખાડી ઉપરના દબાણો દૂર કરવા માટે શહેર મહાનગર પાલિકા દ્વારા પણ જરૂરી સહયોગ મળશે એમ જણાવી ખાડીના પાણીનો પ્રશ્ન હવે પછી ના ઉભો થાય તે રીતે આયોજનબદ્ધ કામ કરવા ઇજનેરોને સૂચના આપી હતી. આજની મળેલી બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ, ધારાસભ્ય સંગીતા પાટીલ, ઝંખના પટેલ, અરવિંદ રાણા, વી. ડી.ઝાલાવાડીયા, વિવેક પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્યો દ્વારા પણ જાહેર જનતાના પ્રશ્નો અંગે રજુઆત કરવામાં આવી હતી અને કલેકટરએ સંબંધિત અધિકારીઓને આ પ્રશ્નોના તુરંત નિવારણ માટે માર્ગ દર્શન આપ્યું હતું.આજે મળેલી બેઠકમાં નિવાસી અધિક કલેકટર યોગરાજ સિંહ ઝાલા, જિલ્લાની તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *