સુરતમાં સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો મતદાન મથકો ઉપર પહોંચ્યા

સ્થાનિક
Spread the love

સુરત, 21 ઓગષ્ટ : સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ આજે સૂરત જીલ્લા માં સમાવિષ્ઠ વિધાન સભા મતદાર મંડળ માં ના મતદાન મથકો ઉપર બી.એલ. ઓ.ઓફિસર દ્વારા નવા મતદારો ની નોંધણી , સહીત નામ ઉમેરવું , રદ કરવું , સરનામું બદલવું વગેરે કામગીરી નો પ્રારંભ થયો હતો. 18-19 અને 20-29 વય જૂથ ના યુવા તથા મહિલા મતદારો ની નોંધણી વધુ ને વધુ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો થઈ રહ્યાં છે ત્યારે સુરત શહેરમાં સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં આજે મોટી સંખ્યામાં નાગરિકો મતદાન મથકો ઉપર પહોંચ્યા હતા.

જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓક દ્વારા આજે 164 ઉધના, 162 કરંજ વિધાનસભા મતદાર મંડળમાંના મતદાન મથકો ની મુલાકાત લેવામાં આવી અને મતદાર યાદી સુધારણા કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું તેમણે પોતાના કામે આવેલા નાગરિકો સાથે પણ સંવાદ કર્યો હતો.કલેકટરએ મગોબ , લિંબાયત, ઉધના મતદાન મથકો ની મુલાકાત લઈ ઉપસ્થિત ચૂંટણી કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું અને યુવા તેમજ મહિલાઓ વધુ ને વધુ મતદાર બને તે માટે પ્રયાસ કરવા ભાર મૂક્યો હતો. ભારતના ચૂંટણી પંચ દ્વારા ‘મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022’ જાહે૨ ક૨વામાં આવ્યો છે. જે મુજબ જે નાગરિક તા.01/10/2022ની લાયકાતની તારીખના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉમર પૂર્ણ કરતા હોય તેવા યુવા મહિલા નાગરિકો માટે તા.12/08/2022ના રોજથી મતદારયાદી સુધારણાની ઝુંબેશ શરૂ થઈ ચૂકી છે, જે તા.11/09/2022 સુધી એક મહિના સુધી ચાલશે. તા.21 અને 28મી ઓગષ્ટ તેમજ તા.4 અને 11 સપ્ટેમ્બર (રવિવારે) નજીકના મતદાન મથકોએ બુથ લેવલ ઓફિસર (BLO) હાજર રહી અરજીઓ સ્વીકારશે. જ્યાં મતદારો મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ્દ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર-પૂરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ લેવલ ઓફિસરોને હકક દાવાઓ રજૂ કર્યા હતા.

એક મહિના દરમિયાન ચાલનાર મતદારયાદી સુધારણા નવું નામ દાખલ કરવા ફોર્મ નં. 6, મૃત્યુ સ્થળાંતરના કિસ્સામાં નામ કમી કરવા ફોર્મ નં. 7, સુધારા માટે ફોર્મ નં.8 તથા એક જ વિધાનસભા મતદાર વિભાગમાં સ્થળાંતર માટે ફોર્મ નં. 8(ક) જરૂરી આધાર પુરાવા સાથે ઉપરોક્ત ચાર રવિવાર દરમિયાન સબંધિત મતદાન મથકે નામનોંધણી અને સુધારા કરાવવાની તક છે. જનો લાભ લેવા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરાયો હતો.મતદાર યાદીમાં નામ ચકાસવા માટે તેમજ નામ દાખલ, કમી કરવા અને સુધારાની અરજી www.voterportal.eci.gov.in અથવા www.nvsp.in અથવા Voter Helpline મોબાઈલ એપ અથવા www.ceo.gujarat.gov.in ઉપર પણ ઓનલાઈન અરજી કરી શકાશે. વિશેષ જાણકારી માટે હેલ્પલાઈન નં.1950 ૫૨ સંપર્ક કરીને પણ નામ ઉમેરી શકાય છે.નાગરિકોના વિસ્તારમાં જ્યાં તેઓ કાયમી મતદાન કરે છે તેજ મતદાન મથકો ઉપર કામગીરી થાય છે જેનો લાભ લેવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારાઅનુરોધ કરવામાં આવ્યો છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *