
સુરત, 21 ઓગષ્ટ : ઉધના-બમરોલી રોડ વિસ્તારમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા આવેલ છે જે ગૌશાળા ખાતે આજરોજ રકતદાન શિબિરનું આયોજન રાખવામાં આવેલ હતું.

સાંસ્કૃતિક રક્ષા સમિતિના સંસ્થાપક આશિષ સુર્યવંશીએ જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવના વાહન એવા નંદી મહારાજના સાનિધ્યમાં શ્રી માધવ ગૌશાળા ખાતે યુવાઓ અને મહિલાઓએ 300 યુનિટ રકતદાન કરી પુણ્ય પ્રાપ્તિ કરી હતી. ગૌસેવકો દ્વારા તમામ રકતદાતોનું ગૌશાળા ખાતે તિલક કરી સ્વાગત કર્યું હતું તેમજ ગૌમાતાનું પૂંજન તેઓના હસ્તે કરાવ્યું હતું ત્યારબાદ તેઓએ રકતદાન કર્યું હતું. ગૌશાળાના ગૌસેવકો તથા અન્ય સંસ્થાના સાથી મિત્રો દ્વારા 300 યુનિટ લોહી એકત્રિત કરવામાં આવ્યું હતી. તમામ રાજકીય-સામાજીક સંસ્થાના આગેવાનો આ રકતદાન શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં ઉપસ્થિત ગૌસેવકો અને સંસ્થાના યુવાનોએ સંકલ્પ લીધેલ હતો કે હવે પછીના રકતદાન શિબિરમાં આજે જે 300 યુનિટ એકત્રિત કરી હતી તેનાથી બમણો આંકડો પાર કરીશું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત