સુરત : ચેમ્બરના ‘યાર્ન એકસ્પો–2022’ને જબરજસ્ત પ્રતિસાદ, 2 દિવસમાં 10600 જેન્યુન બાયર્સે મુલાકાત લીધી

સ્થાનિક
Spread the love

સુરત, 21 ઓગષ્ટ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે તા. 20, 21 અને 22 ઓગષ્ટ, ર૦રર દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘યાર્ન એકસ્પો– 2022’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગઇકાલે 3400 અને આજે 7200 મળી બે દિવસ દરમ્યાન કુલ 10600 જેન્યુન બાયર્સ તથા વિઝીટર્સે યાર્ન પ્રદર્શનની મુલાકાત લીધી હતી. સોમવાર, 22 ઓગષ્ટના રોજ છેલ્લા દિવસે હજી વધુ બાયર્સ તથા વિઝીટર્સ યાર્ન એકઝીબીશનની મુલાકાત લેશે.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે આજે અલ્જેરીયા, ઇજિપ્ત તથા સુદાનના બાયર્સે યાર્ન પ્રદર્શનની મુલાકાત લઇ જુદી–જુદી વેરાયટીના યાર્ન વિષે માહિતી મેળવી હતી. આ ઉપરાંત દેશભરમાંથી વિવર્સ, ટેકસટાઇલ ઉદ્યોગકારો અને વેપારીઓ પ્રદર્શનની મુલાકાતે આવી રહયા છે. ખાસ કરીને દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના શહેરો જેવા કે ઇરોડ, ઇચ્છલકરંજી, તિરુપુર, તમિલનાડુ, કોઇમ્બતુર, હરીયાણા, હૈદરાબાદ, પાનીપત, વારાણસી, વારંગલ, લુધિયાના, ઇન્દોર, અમરાવતિ, બેંગ્લોર વિગેરે શહેરોમાંથી જેન્યુન બાયર્સ અને વિઝીટર્સે બે દિવસ દરમ્યાન યાર્ન પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

ચેમ્બર દ્વારા આ વર્ષે યાર્ન એકસ્પોનું ચોથું એડીશન રજૂ કરવામાં આવ્યું છે. જેમાં યાર્નની બધી જ વેરાયટીઓ જેવી કે પોલિએસ્ટર, નાયલોન, વિસ્કોસ, કોટન અને કેટોનિક વિગેરેની સાથે સ્પેશિયલ વેરાયટી યાર્ન જેવા કે એન્ટીબેકટેરિયલ યાર્ન, ઇમીટેટ સિલ્ક યાર્ન, સિરો ઇમ્પેકટ યાર્ન, ગ્રેનાઇટ યાર્ન, હેમ્પ યાર્ન, ફલેકસ યાર્ન, વૂલ લાઇક પોલિએસ્ટર યાર્ન, કોટન સ્ટ્રેચ યાર્ન, રિસાયકલ યાર્ન, ઇકો ગોલ્ડ બાયો ડિગ્રીડેબલ યાર્ન, સ્પોર્ટ્‌સ વેર માટે કુલ ટેકસ્ટ યાર્ન અને ફાયર રિટર્ડન્ટ યાર્ન વિગેરે પ્રદર્શિત કરવામાં આવી રહયા છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *