ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજયમંત્રી ડો.કુબેર ડીંડોર ત્રણ દિવસ સુરત શહેર-જિલ્લાના પ્રવાસે

સ્થાનિક
Spread the love

સુરત, 23 ઓગષ્ટ : ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સસદીય બાબતોના રાજયમંત્રી ડો.કુબેર ડીંડોર આવતીકાલે તા.24/08/2022ના રોજ સવારે 8:30 વાગે વીર નર્મદ યુનિ. ખાતે આદિવાસી પારંપારીક વાનગી મેળામાં હાજરી આપશે. ત્યાર બાદ એન.એસ.એસ.ના પી.ઓ. પ્રાધ્યાપક અને સ્વયંસેવક/સેવિકાઓ સાથે સંવાદમાં હાજરી આપશે. કવિ નર્મદ જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમમાં હાજરી આપશે. 10:30 વાગે યુનિ.ના કન્વેશન હોલ ખાતે પદવિદાન સભારંભના કાર્યક્રમમાં હાજરી આપશે. બપોર બાદ 2 વાગે ઉમરપાડા ખાતે મહાવીર વિદ્યાલયના ઉદ્દધાટન કર્યા બાદ સરકારી વિજ્ઞાન અને કોમર્સ કોલેજના ઉદ્દધાટન કાર્યક્રમમાં હાજરી આપશે.
બીજા દિવસે તા.25/08/2022ના રોજ સવારે 11 વાગે વીર નર્મદ દક્ષિણ યુનિ. ખાતે સ્ટાર્ટઅપ અને ઈન્કયુબેશન સેન્ટરનું ઉદ્દધાટન કરશે. બપોરે 1 વાગે ઓરો યુનિ. ખાતે સ્ટાર્ટ અપ અને ઈન્કયુબેશન સેન્ટરના ઉદ્દધાટન કાર્યક્રમમાં હાજરી આપશે.ત્રીજા દિવસે તા.26/08/2022ના રોજ સવારે 11 વાગે સરદાર વલ્લભાઈ નેશનલ ઈન્સ્ટીયુટ ઓફ ટેકનોલોજી ખાતે સ્ટાર્ટ અપ અને ઈન્કયુબેશન સેન્ટરનું ઉદ્દધાટન કરશે. ત્યારબાદ બપોરે 2:30 વાગે સાર્વજનિક યુનિ. ખાતે સ્ટાર્ટ અપ અને ઈન્કયુબેશન સેન્ટરનું ઉદ્દધાટન કર્યા બાદ સંતરામપુર જવા રવાના થશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *