
સુરત, 23 ઓગષ્ટ : સુરત જિલ્લામાં ખેડુતોને સિંચાઈની સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ અંતર્ગત નવા નાના ચેકડેમ, ચેકડેમ કમ કોઝવે, નાની સિંચાઇ યોજનાના મરામત, તળાવોના મજબુતીકરણ અને પૂર સંરક્ષણ યોજનાઓ વગેરે કાર્યો કરવામાં આવે છે. આ વર્ષે સિંચાઈને લગતા રૂ.5.17 કરોડના ખર્ચે 51 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
માંડવી ટ્રાયબલ સબ પ્લાન કચેરી દ્વારા મંજુર થયેલા માંડવી તાલુકાના લુહારવડ અને વહાર ગામને જોડતા ચેકડેમ કમ કોઝવેનું કામ વર્ષ 2022-23 માં રૂ.33.37 લાખના ખર્ચે પુર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સુજલામ સુફલામ જળ અભિયાન-2022 માં 25.52 લાખના ખર્ચે 16 કામો પુર્ણ કરવામાં આવ્યા છે.15% વિવેકાધિન-જિલ્લા વહીવટીતંત્ર ક્લેક્ટર ફંડ, 50% વિકાસશીલ તાલુકા જોગવાઈ અને વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત 15% વિવેકાધિન જોગવાઇ હેઠળ મંજુર થયેલ 5 ચેકડેમ કમ કોઝવે અને 1ઉદ્દવહન સિંચાઇ યોજનાના રૂ.105.70 લાખના કામો આ વર્ષે હાથ ધરી પૂર્ણ કરવામાં આવશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત