
સુરત, 24 ઓગષ્ટ : અર્વાચીનોમાં આદ્ય અને સમાજ સુધારક, વીર કવિ નર્મદની 189મી જન્મજયંતિ નિમિત્તે વીર નર્મદ યુનિવર્સિટીના પ્રાંગણમાં કવિ નર્મદની પ્રતિમાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ડૉ.કુબેર ડીંડોરે પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા.મંત્રી સાથે વાઈસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડા, ઈ.કુલસચિવ આર.સી.ગઢવી, એન.એસ.એસ કો-ઓર્ડીનેટર પ્રકાશચંદ્ર, સિન્ડિકેટ સભ્ય સંજય લાપસીવાલા પણ જોડાયા હતા.વીર કવિ નર્મદની જન્મજ્યંતિ પ્રસંગે શહેરમાં પણ વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત