
સુરત, 24 ઓગષ્ટ : ભારત સરકારના ઈલેકટ્રોનિકસ, માહિતી ટેકનોલોજી, સ્કીલ ડેવલોપમેન્ટ અને એન્ટરપ્રિન્યોરશીપ વિભાગના કેન્દ્રીય રાજયમંત્રી રાજીવ ચંદ્રશેખર આવતીકાલ તા.25 તથા તા.26મીના રોજ ચાર યુનિવર્સિટીઓ ખાતે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકતા મેગા ઈવેન્ટમાં યુવાવિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. મંત્રી તા.25/8/2022ના રોજ બપોરે 3:30 વાગે ઓ.એન.જી.સી.ની બાજુમાં હજીરા રોડ ખાતે આવેલી ઓરો યુનિવર્સિટીમાં આયોજીત સ્ટાર્ટ અપ અને એન્ટરપ્રિન્યોરશીપના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ મીડિયા સાથે સંવાદ કરશે.
તા.૨૬/૦૮/૨૦૨૨ના રોજ સવારે 10 વાગે વીર નર્મદ દક્ષિણ ગુ.યુનિ.ના કન્વેન્શન સેન્ટર ખાતે ત્યારબાદ બપોરે 12:30 અઠવાલાઈન્સ સ્થિત સાર્વજનિક યુનિ. ખાતે તેમજ બપોરે 3 :30 વાગે પીપલોદ સ્થિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીયુટ ઓફ ટેકનોલોજી ખાતે સ્ટાર્ટ અપ ઉદ્યોગ સાહસિકતા મેગા ઈવેન્ટમાં મંત્રી ઉપસ્થિત રહી યુવાનો સાથે સંવાદ કરશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત