
સુરત, 25 ઓગષ્ટ : સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે તક્ષશીલા એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મહાવીર વિદ્યાલયના નવનિર્મિત ભવનનું રાજ્ય કક્ષાના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના મંત્રી ડૉ.કુબેર ડિંડોર હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

ઉમરપાડાના અંતરિયાળ વિસ્તારના બાળકો પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે માટે અંદાજીત 2 કરોડના ખર્ચે તૈયાર થયેલ વિદ્યાલયમાં બાળકો (GSEB) અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ મેળવી શકશે. સ્કૂલમાં અંદાજે 120 જેટલાં બાળકો અભ્યાસ જેમાં સ્પોર્ટસ,કરાટે, બોક્સિંગ અને ડ્રોઈંગ વિગેરે જેવી પ્રવૃત્તિઓ બાળકોને કરાવવામાં આવે છે.

આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, બારડોલી સાંસદ સભ્ય પ્રભુ વસાવા, વી.ન.દ.ગુ.યુ.ના કુલપતિ ડૉ.કિશોરસિંહ ચાવડા, મહાવીર વિદ્યાલયના પ્રિન્સિપાલ નિલેશ રાઠોડ, સ્કૂલના શિક્ષકો, વાલીઓ, બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત