
સુરત,26 ઓગષ્ટ : સુરતના સામાજિક અગ્રણી તેમજ સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત ના પ્રમુખ ઘનશ્યામ બિરલાએ પોતાના પિતા છગન ભગત( વસાણી) ભૂમિ દાતા રામદેવપીર મંદિર બગસરાની 10મી પુણ્યતિથી નિમિત્તે મણી વલ્લભ કન્યા કેળવણી ધામ,મુંજાણી ફાર્મ, વેડ રોડ ખાતે કેમ્પસ ના સંચાલક ડો સંજય ડુંગરાણી ના સંકલનથી કતારગામની 10 સ્કૂલ ની દીકરીઓ વચ્ચે ચિત્ર સ્પર્ધા ‘ ભારતીય સંસ્કૃતિને માર્ગ સલામતી ‘ તેમજ વક્તૃત્વ સ્પર્ધા માં ‘ મારા સ્વપનાનું ભારત ‘ આ વિષયો પર દીકરીઓ વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધો 6 થી 9 ની દીકરીઓ સુંદર પરફોર્મન્સ બતાવ્યું હતું જેમાં સ્કૂલના નિર્ણાયક દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બન્ને સ્પર્ધાની શ્રેષ્ઠ ત્રણ ત્રણ દીકરીઓને મોમેંન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ભાગ લેનાર તમામ દીકરીઓને સ્મૃતિ ગિફ્ટ આપવામાં આવી હતી .તેમજ આ 10 સ્કૂલોની પિતા વિહોણી દીકરીઓને સ્કૂલ કીટ ભેટ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં કતારગામના કોર્પોરેટર દિનેશ સોલંકી સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ બિરલાને અભિનંદન ને પાઠવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા બ્રિલિયન્ટ સ્કૂલ તેમજ મણી વલભ સંકુલના શિક્ષકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી સુંદર સંચાંલનં નિકુંજ ખેની દ્વારા કરવામાં આવ્યું હતું સ્વાગત પ્રવચન તેમજ માહિતી કેમ્પસ ડિરેક્ટર ડો સંજય ડુંગરાણી દ્વારા આપવામાં આવી હતી રાષ્ટ્રગીત ગાન બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાંઆવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત