ભુજ : આગામી 28મીએ પીએમ મોદી રિજિયોનલ સાયન્સ સેન્ટરનું કરશે લોકાર્પણ

પ્રાદેશિક
Spread the love

ભુજ, 26 ઓગષ્ટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી ઓગસ્ટે કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આ વેળાએ વડાપ્રધાનભૂજ ખાતેના રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે. આ રિજિયોનલ સાયન્સ સેન્ટર કચ્છ જિલ્લાને વિજ્ઞાન અને પ્રવાસનક્ષેત્રે વધુ ઊંચાઈએ લઈ જશે ત્યારે આ સાયન્સ સેન્ટર વિષે જાણીએ.
ભૂજ ખાતેનું આ રિજિયોનલ સાયન્સ સેન્ટર.10 એકરમાં ફેલાયેલું છે. આ સેન્ટર વિજ્ઞાનના ક્ષેત્રમાં રસ ધરાવતા પ્રવાસીઓ માટે મહત્વનું બની રહેશે. કચ્છ જ નહીં પરતું ગુજરાત અને ભારતના પ્રવાસીઓને આકર્ષવાની ક્ષમતા ધરાવતા આ કેન્દ્રમાં મરિન નેવિગેશન, સ્પેસ સાયન્સ, એનર્જી સાયન્સ, નેનો ટેકનોલોજી, ફિલ્ડસ મેડલ અને બોસાઇ ગેલેરી જેવી કુલ છ થીમ આધારીત ગેલેરી બનાવવામાં આવી છે. આ સેન્ટરની અન્ય કેટલીક સુવિધાઓ પર નજર કરીએ તો અહીં લેન્ડ સ્કેપિંગ ગાર્ડન, સબમરીન સિમ્યુલેટર, સોલાર ટ્રી, ટેલિસ્કોપ અને મુલાકાતીઓ માટે કાફેટેરિયાનીવ્યવસ્થા પણ કરવામાં આવી છે. આગામી સમયમાં આ સાયન્સ સેન્ટર બાળકો, યુવાનોને વૈજ્ઞાનિક બનવા પ્રેરિત કરશે અને ભાવિ પેઢીને વિજ્ઞાનની વધુ નજીક લઈ જશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *