ગુજરાતમાં પ્રથમવાર 23 સપ્ટે.થી 10 ઓક્ટો. દરમિયાન 36મી નેશનલ ગેમ્સ-2022 યોજાશે

ખેલ જગત
Spread the love

સુરત, 26 ઓગષ્ટ : રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ તેમજ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગુજરાતમાં પ્રથમવાર 23 સપ્ટેમ્બર થી 10 ઓક્ટોબર દરમિયાન36મી નેશનલ ગેમ્સ-2022 રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં યોજાશે. જેમાં સુરતના પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઈન્સ ખાતે ટેબલ-ટેનિસ, બેડમિન્ટનની સ્પર્ધાઓ યોજાશે, જ્યારે ડુમ્મસ બીચ ખાતે બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ સ્પર્ધાઓ યોજાશે.

સાથો સાથ ૩૬મી ‘નેશનલ સ્પોર્ટ્સ દિવસ’ની જાગૃત્તતા માટે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા 5 સપ્ટેમ્બર-2022થી 7 સપ્ટેમ્બર-2022 દરમિયાન દરેક જિલ્લામાં ‘નેશનલ સ્પોર્ટ્સ દિવસ’ની ઉજવણી કરાશે. જેમાં સુરત ખાતે તા.5મીએ વીર નર્મદ યુનિ. ખાતે, તા.6ઠ્ઠીએ કામરેજ તાલુકાની આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ, ખોલવડ અને અને સુરત શહેરની એમ.ટી.બી. આર્ટસ કોલેજ, અઠવાગેટ ખાતે ઉજવણી કરાશે. જ્યારે તા7 મીએ બારડોલીની પી.આર.બી. આર્ટસ અને પી.જી.આર કોર્મસ કોલેજ ખાતે તેમજ માંગરોળના તરસાડી ખાતે સાયન્સ અને કોર્મસ કોલેજમાં ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત, તા.8 અને 9મી સપ્ટે.એ નેશનલ ગેમ્સની જાગૃત્તિ માટે રમતગમતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *