
સુરત, 28 ઓગષ્ટ : 75મો આઝાદીનો અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત તેમજ 1972માં શરૂ થયેલ લક્ષ્મી ડાયમંડની સફળતાના 50 વર્ષના સ્વર્ણિમ મહોત્સવ તથા લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ના સેવાયજ્ઞ ના 25 વર્ષનો રજત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે સક્ષમ-સુરત તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી- ચોર્યાસી તાલુકા બ્રાન્ચ-સુરત ના સહિયારા પ્રયાસથી 25માં ચક્ષુદાન જાગૃતિ પખવાડિયા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
25માં ચક્ષુદાન જાગૃતિ પખવાડિયા મહોત્સવઅંતર્ગત શનિવારે સુરતના વેડ રોડ સ્વામિનારાયણ ગુરૂકુલ ખાતે ધર્મ વલ્લભસ્વામી તથા પ્રભુસ્વામીના સાનિધ્ય હેઠળ ગુરુકુલના વિદ્યાર્થીઓ તથા તેમના અનુયાયીઓ ને ચક્ષુદાન અંગે માહિતી આપવામાં આવી હતી.આ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સંતો મહંતો દ્વારા પણ ધાર્મિક કથાઓ તથા ધાર્મિક સંમેલનોમાં અવારનવાર ચક્ષુદાન, દેહદાન અંગે જાગૃતતા લાવવા માટેના અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રવિવારે ચક્ષુદાન જાગૃતિ રથ નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.ત્યાર બાદ જનજાગૃતિ અર્થે કતારગામ ના વેડ રોડ, ડભોલી તથા શીંગણપૂર જેવા અનેક વિસ્તારમાં ચક્ષુદાન જાગૃતિ અર્થે અનેક લોકોને પોસ્ટર વિતરણ કરીને માહિતગાર કરવામાં આવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમમાં લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના પ્રમુખ ડો. પ્રફુલ શિરોયા, ઉપપ્રમુખ દિનેશ પટેલ તથા લાલજીભાઈ તોરી વાળા ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત