
સુરત, 28 ઓગષ્ટ : સમગ્ર દેશ વિદેશમાં હાલ ભગવાન શ્રી વિઘ્નહર્તાના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.આગામી 31મી ઓગષ્ટ ગણેશ ચતુર્થી થી 9મી સપ્ટેમ્બર અનંત ચતુર્દશી સુધી લોકો પોતાના માનીતા “બાપ્પા” ની પૂજા-રચનામાં કોઈ કસર નહીં છોડે.

સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર બાદ બીજા ક્રમે આવતા સુરત શહેરમાં પણ શ્રીજીના આગમન ને લઈને લોકો હિલોળે ચડ્યા છે.ત્યારે સુરત શહેરના અલથાણ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે સાંઈરામ યુવક મંડળ દ્વારા ” માનતા કે રાજા ” ના શ્રીજીની શનિવારે ધામધૂમપૂર્વક સ્થાપના કરવામાં આવી છે.શનિવારે વિરાટ શોભાયાત્રામાં રાષ્ટ્રભક્તિ સાથે ધાર્મિક ભાવના ઉજાગર થઇ હતી.આ શ્રીજીની મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષથી સ્થાપના કરવામાં આવે છે.અહીં, ભક્તો ભગવાન વિઘ્નહર્તાના કાનમાં પોતાની મનોકામના પૂર્ણ કરવાની માંગણી કરે છે અને ભગવાન તેની ઈચ્છાઓ પુરી કરે છે.અહીં, ભક્તો પોત્તાની ઈચ્છાપૂર્તિ માટે મંગલમૂર્તિની બધા રાખે છે અને ઈચ્છા પુરી થતા મંગલમૂર્તિની સ્થાપના કરે છે એટલે આ શ્રીજી ” માનતા કે રાજા ” તરીકે શહેરમાં પ્રસિદ્ધ છે . અહીં, મોટી સંખ્યામાં લોકો મંગલમૂર્તિની સ્થાપના કરે છે.આ વર્ષે ભગવાન શ્રી રામલલાના અયોધ્યા સ્થિત શ્રી રામ મંદિરની પ્રતિકૃતિ પંડાલમાં નિર્માણ કરવામાં આવી રહી છે.

પ્રતિ વર્ષ આ મંડળ દ્વારા ધાર્મિક પ્રવૃત્તિની સાથે સાથે અનેકવિધ સામાજિક સેવાના કર્યો પણ કરવામાં આવે છે.પ્રતિ વર્ષ ગરીબ બાળકોને નોટબુકનું વિતરણ, રક્તદાન કેમ્પ ,ભિક્ષુકોને ભોજન સહિતની સેવા કરવામાં આવે છે.એટલું જ નહીં પરંતુ, રાજકીય મહાનુભાવો, દિવ્યાંગ તેમજ મુકબધીર વ્યક્તિના હાથે ભગવાનની આરતી ઉતરાવવામાં આવે છે.અહીં, હિન્દૂ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ એમ તમામ ધર્મના લોકો આરતી ઉતારી એકતાનો સંદેશ આપે છે.2 વર્ષ પહેલા આ મંડળને તેમના આયોજન બદલ સમગ્ર ગુજરાતમાં બીજો ક્રમ મળ્યો હતો.

આ વર્ષે મુંબઈના સુપ્રસિદ્ધ લાલબાગ પરેલના મૂર્તિકાર નિખિલ ખાટુ દ્વારા ભગવાન શ્રીજીની નયનરમ્ય મૂર્તિ બનવવામાં આવી છે.આ વર્ષે કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર સમાન ભગવાન શ્રી રામલલાના અયોધ્યા સ્થિત ભવ્ય મંદિરની પ્રતિકૃતિનો ફ્લોટ નિર્માણ કરવામાં આવી રહ્યો છે. શહેરીજનો સુરતમાં જ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની ઝાંખીના દર્શન અહીં કરી શકશે.આ માટે હાલ કારીગરો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે કમલ મેવાવાલાના માર્ગદર્શન તળે મંડળના સભ્યો ભારે જેહમત ઉઠાવી રહ્યા છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત