સુરત : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓકે વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી

સ્થાનિક
Spread the love

સુરત, 29 ઓગષ્ટ : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે 1લી ઓક્ટોબર, 2022ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ભારતના ચૂંટણી પંચના નિર્દેશ મતદારીયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત 28મી ઓગષ્ટના રોજ ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓકે વિવિધ મતદાન મથકોની મુલાકાત લઇને રચનાત્મક સૂચનો સહ માર્ગદર્શન આપ્યું હતું.

સુરત જિલ્લાની 16 વિધાનસભા વિસ્તારમાં રવિવારે જે તે મતદાન મથકોએ બી.એલ.ઓ. હાજર રહીને ફોર્મની અરજીઓ મેળવી હતી. જે અંતર્ગત નવા મતદાર તરીકે નોંધણી કરાવવા ઝૂંબેશ દરમ્યાન 32933 જેટલા ફોર્મ નં.6 મળ્યા હતા. જયારે મતદાર ઓળખપત્રને આધારકાર્ડ સાથે લિંક કરવા ફોર્મ નં. 06(ખ)માં 37325 અરજીઓ મળી હતી. મતદારયાદીમાં નામ કમી કરવા અથવા વાંધાઓ માટે ફોર્મનં.7ની 3729 જેટલી અરજીઓ મળી હતી. મતદારયાદીમાં હાલ નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરાવવા, સુધારા કરવવા જુનાને બદલે નવું EPIC મેળવવા તથા દિવ્યાંગ તરીકે નોંધ કરાવવા ફોર્મ નં.08માં કુલ 16572 અરજીઓ મળી. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ અંતર્ગત જિલ્લા ચુંટણી તંત્રને રવિવારે તમામ મળી કુલ 74877 અરજીઓ મળી હતી.મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા હેઠળ 28મી ઓગષ્ટના રોજ નવા મતદાર તરીકે નોંધણી કરાવવા માટે 18-19વર્ષની વયજુથના 13315 જેટલા ફોર્મ તથા 20 થી 29 વર્ષની વયજુથ ધરાવતા 7768 યુવાનોની અરજીઓ મળી છે.

અત્રે ઉલ્લેખનીય છે, 12 ઓગષ્ટ-2022 ના રોજ સંકલિત મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. મુસદ્દા મતદાર યાદીની પ્રસિધ્ધિ સાથે જ 12 ઓગષ્ટ-2022થી 11 સપ્ટેમ્બર-2022 દરમ્યાન મતદાર યાદીમાં નોંધાયેલા નામ કે નવા નોંધાનાર નામની અરજી અંગે- દાવા અને વાંધા અરજીઓ રજુ કરી શકાશે. 10મી ઓક્ટોબર-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધ કરવામાં આવશે.મતદાર યાદીમાં નામ ચકાસવા માટે તેમજ નામ દાખલ, કમી કરવા અને સુધારાની અરજી www.voterportal.eci.gov.in અથવા www.nvsp.in અથવા Voter Helpline મોબાઈલ એપ અથવા www.ceo.gujarat.gov.in ઉપર પણ ઓનલાઈન અરજી કરી શકાશે. વિશેષ જાણકારી માટે હેલ્પલાઈન નં.1950 ૫૨ સંપર્ક કરવો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *