
સુરત, 30 ઓગષ્ટ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયસ્ય અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ 1008 આચાર્ય અજેન્દ્રપ્રસાદ મહારાજ તથા સમસ્ત સ્ત્રીભક્તોના ગુરુપદે વિરાજમાન એવા પ.પૂ. અ.સૌ. ગાદીવાળા માતૃશ્રી ના શુભ આશીર્વાદથી અભિસિંચિત શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ દ્વારા મહિલાઓમાં ગર્ભાશયના કેન્સર અંગે જાગૃતિ આવે અને તેની સામે સુરક્ષા માટે ડૉ. ઉર્વશી કુંવરબા (બાબારાજા) ના સુયોગ્ય માર્ગદર્શન હેઠળ સર્વાઇકલ કેન્સર રસીકરણ અભિયાન કાર્યરત છે. આ અભિયાન અંતર્ગત સોમવારે સુરત ખાતે 100 બાલિકાઓ તેમજ કિશોરીઓ એ ગર્ભાશયના કેન્સરની સામે રક્ષણ મેળવવા હેતુ રસીકરણનો લાભ લીધો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત