સુરત : એસ.ટી.આપના દ્વારે યોજના અંતર્ગત અંબાજી દર્શન માટે એસ.ટી.વિભાગ દ્વારા 6થી 9 સપ્ટે. દરમિયાન એક્સ્ટ્રા બસો દોડાવાશે

સ્થાનિક
Spread the love

સુરત, 30 ઓગષ્ટ : બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી ખાતે 5થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાવાનો હોવાથી ભાવિકભક્તો બહોળી સંખ્યામાં માતાજીના દર્શન તેમજ મેળાનો લાભ લઈ શકે તેવા આશયથી પ્રાદેશિક વાહનવ્યવહાર વિભાગ-સુરત (એસ.ટી.) દ્વારા એસ.ટી.આપના દ્વારે યોજના અંતર્ગત અગિયારસ, બારસ, તેરસ અને ચૌદસ(તા.6 થી 9 સપ્ટેમ્બર)ના 4 દિવસોએ સુરત, ઉધના, અડાજણ અને સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી એકસ્ટ્રા બસો દોડાવાશે. આ સેવાનો સર્વે ભક્તજનો-મુસાફરો લાભ લેવા અનુરોધ કરાયો છે. ઉપરાંત, જો કોઇ ભક્તો-મુસાફરો સમૂહમાં 51 સીટનું ગ્રુપબુકિંગ કરાવશે તો બસ તેઓના ઘર/સોસાયટી ખાતે મુસાફરોને લઈ જશે. આ સેવાનો જાહેર જનતાએ લાભ લેવા વિભાગીય નિયામક એસ.ટી.સુરત વિભાગની યાદીમાં જણાવાયું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *