’આપ’ ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 2 સપ્ટેમ્બરના રોજ દ્વારકા આવશે

પ્રાદેશિક
Spread the love

અમદાવાદ, 1 સપ્ટેમ્બર : આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલઆવતીકાલ 2 સપ્ટેમ્બરના રોજ દ્વારકા આવી રહ્યા છે. તેઓ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં શીષ નમાવશે. ત્યારબાદ તેઓ દ્વારકામાં એક જંગી જનસભાને સંબોધશે. કેજરીવાલ ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શ્રી બલરામની ધરતી પરથી ગુજરાતની જનતા માટે એક મોટી ગેરંટીની જાહેરાત કરશે.તેઓ બપોરના સમયે જનસભાને સંબોધશે. ત્યારબાદ દ્વારકાના ભગવાન શ્રીકૃષ્ણના મંદિર પર ઘ્વજારોહણ કરશે. ત્યારબાદ તેઓ વાયા પોરબંદર એરપોર્ટ થઈને રાજકોટ પહોંચશે. ત્યારબાદ બીજા દિવસે 3 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનમાં ઉપસ્થિત રહેશે અને સરપંચો અને VCE સાથે એક ટાઉનહોલ કાર્યક્રમમાં સંવાદ કરશે અને તેમની વેદના સાંભળશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *