
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, 2 સપ્ટેમ્બર, 2022ના રોજ સાંજે 4 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘માર્કેટ આઉટલુક’વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સના ઘણા સભ્યો રિસ્ક લઇને સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા હોય છે. મોટા ભાગે એવું પણ બનતું હોય છે કે સ્ટોક માર્કેટ વિષેની જરૂરી માહિતીના અભાવે અથવા અનુભવ વગર તેઓ રોકાણ કરીને મોટું જોખમ ખેડી લેતા હોય છે. આથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પોતાના સભ્યોના અવેરનેસ હેતુ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાત વકતા તરીકે યુટીઆઇ એસેટ મેનેજમેન્ટના હેડ ઓફ ઇકવીટિ અજય ત્યાગી દ્વારા મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે.અત્રે નોંધનીય છે કે, ઉપરોકત કાર્યક્રમ માત્ર ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો માટે જ છે. ચેમ્બરના સભ્યોએ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3AO7uij પર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત