
સુરત, 1 સપ્ટેમ્બર : કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશે શહેરના વિવિધ વિસ્તારમાં સ્થાપિત ગણપતિદાદાના પંડાલોની મુલાકાત લઈ દર્શનનો લ્હાવો લેવા સાથે પૂજાઅર્ચના કરી હતી. તેમણે શ્રીજીની પ્રતિમા સમક્ષ મસ્તક નમાવી રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસ અને નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીની કામના કરી હતી.

કેન્દ્રીય મંત્રીએ નાનપુરા વિસ્તારના ખારવાવાડ ખાતે સેઈલર બાલ ગણેશ ઉત્સવ, મજુરાગેટના કૈલાશનગર ખાતે શ્રી સુરત શહેર સાંઈ યુવક મંડળ, રૂસ્તમપુરા વિસ્તારના ચલમવાડ ખાતે ચલમવાડ યુવક મંડળ, બાલાજી રોડ ખાતે બાલાજી યુવક મંડળ, કબૂતરખાના વિસ્તારના લીમડા ચોક ખાતે નારીયેલ વાળા મન્નતના ગણપતિજી, મહિધરપુરા વિસ્તારના દાળિયા શેરી ખાતે દાળિયા શેરી યુવક મંડળ, જદાખાડી વિસ્તારના ચાપડીયા શેરીના ગણપતિ, મહિધરપુરા વિસ્તારના નાગર શેરી આયોજિત અને ઝાંપાબજાર ખાતે તુલસી ફળિયાના ગણપતિ પંડાલની મુલાકાત લઈ શ્રીજી સમક્ષ શિશ ઝુકાવી દેશના સતત વિકાસ અને નાગરિકોના આરોગ્ય-સુખાકારી જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી. તેમજ ઉજવણીમાં જોડાયેલા તમામ ભાવિક ભક્તોને ગણેશોત્સવની શુભેચ્છા પાઠવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત