
દિલ્હી, 1 સપ્ટેમ્બર : મનોજ સોરઠીયા પર થયેલા જીવલેણ અને હિચકારી હુમલા મુદ્દે ચોમેરથી ભાજપની ટીકા થઈ રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ આ ઘટનાની સખત શબ્દોમાં ટીકા કરી છે. કેજરીવાલ કહે છે કે, “વિપક્ષ પર આ રીતે હિંસક હુમલો કરવો એ યોગ્ય નથી. ચૂંટણામાં હાર-જીત થયા કરે છે, પરંતુ પોતાના વિરોધી પક્ષના નેતાઓ પર હિંસાનો પ્રયોગ ગુજરાતની સંસ્કૃતિની વિરૂદ્ધ છે. જનતા આ બાબતને પસંદ કરતી નથી. હું ગુજરાતના મુખ્યમંત્રીને અપીલ કરૂ છું કે દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે અને સૌનું રક્ષણ કરે.”
ભાજપ દ્વારા કરવામાં આવેલો આ હુમલો ભાજપની હલકી માનસિકતા છતી કરે છે. આ સાચુ રાજકારણ નથી. એક સમય હતો જ્યારે ભાજપના અગ્રણી નેતાઓ સમય આવે ત્યારે વિપક્ષના નેતાઓની પ્રશંસા કરતા. જેમાં ભૂતપૂર્વ અને અભૂતપૂર્વ એવા અટલ બિહારી બાજપાઈ મુખ્ય છે.આજે ભાજપ જે રાજકારણ કરે છે હીનકક્ષાનું રાજકારણ છે. કેજરીવાલની વાત સાચી છે જનતાને આ પસંદ નથી અને જનતા સમય આવે આ ઘટનાની પ્રતિક્રિયા વોટિંગ દ્વારા આપે જ છે. ભાજપ અત્યારે સત્તાના નશામાં ચૂર છે તેથી તેના ઘમંડી નેતાઓને આ વાત નહિ સમજાય.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત