સુરત, 2 સપ્ટેમ્બર : સુરતની ભૂમિ દાનવીરની ભૂમિ તરીકે સુપ્રસિદ્ધ છે. સેવા સાથે ભક્તિના દિવ્ય વિચાર સાથે સુરત શહેર- જિલ્લાના અનેક સ્થાનો ઉપર શ્રી ગણપતિ બાપ્પાના પંડાલોમાં હાલ રક્તદાન કેમ્પ સહિત વિવિધ સેવા પ્રકલ્પો થઈ રહ્યા છે ત્યારે સુરત શહેરના અમરોલીના સૃષ્ટિ વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ માં નો દરબાર યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવની સાથે સાથે આગામી 4 સપ્ટેમ્બર, રવિવાર-2022ના રોજ બપોરે 4થી 7 એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં, મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરે તે માટે કાર્યક્રમના સંચાલક મહેશ જોશી સહિત માં નો દરબાર યુવક મંડળ દ્વારા ભારે જહમત ઉઠાવી રહ્યા છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત