
સુરત, 2 સપ્ટેમ્બર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલે શનિવારના રોજ સાંજે 4 વાગ્યે સરદાર પટેલ સ્મૃતિ ભવન, મિની બજાર, વરાછા ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ધ પાવર ઓફ યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટ અને પરમાર્થ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘શક્તિ સત્કાર સમારોહ’, માતૃત્વ વંદના અને દીકરી દત્તક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સાંજે 7 વાગે ડુમસ રોડ, ડીપીએસ સ્કૂલ પાસે સ્થિત આગ્રા એક્ઝોટિકા ખાતે અખિલ ભારતીય અગ્રવાલ નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયે સુરત એરપોર્ટથી અમદાવાદ જવા રવાના થશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત