
સુરત, 2 સપ્ટેમ્બર : વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પુર્ણેશ મોદી તા.03/09/22ના રોજ સવારે 11 વાગે અંદાજીત રૂા.153 લાખના ખર્ચે તૈયાર થનાર કામરેજ તાલુકા મથકેના બસ સ્ટેશનનું ખાતમુર્હત કરશે.
રાજયના માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સારી સુવિધાઓયુકત બસ સ્ટેશનોની વ્યવસ્થા મળી રહે તે માટે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા સુવિધાયુકત નવીન બસ સ્ટેશનમાં ત્રણ પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા, ઈલેકટ્રીકરૂમ સહિત 491 ચો.મી. વિસ્તારમાં બાંધકામ કરવામાં આવશે. આ પ્રસંગે રાજયકક્ષાના વાહનવ્યવહારમંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ પ્રભુ વસાવા, ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલ ઉપસ્થિત રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત