
સુરત, 2 સપ્ટેમ્બર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા બાયો–ટેકનોલોજી ક્ષેત્રે રહેલી બિઝનેસની વિપુલ તકો વિષેની અવેરનેસ હેતુ શનિવાર, 3 સપ્ટેમ્બર, 2022ના રોજ સાંજે 5 :30 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ ઇન બાયો–ટેકનોલોજી’વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેમિનારમાં નિષ્ણાત વકતા તરીકે કેર ટેકર લોજિસ્ટીકસ ફાર્માજિકલના મેનેજિંગ ડાયરેકટર તેજશ સુરતી Entrepreneurial Outlook: Manifesting Research from Lab to Market વિષે વકતવ્ય રજૂ કરશે. સુરતની પી.પી. સવાણી યુનિવર્સિટીના સ્કૂલ ઓફ એગ્રીકલ્ચરના ઇન્ચાર્જ પ્રિન્સીપલ તેમજ રિસર્ચ કો–ઓર્ડીનેટર ડો. હિરેન પટેલ Dynamics of Biotechnological Research in the Industry: A novel catalyst for knowledgeable 21st Century વિષે વકતવ્ય રજૂ કરશે. એસએન જીન લેબ પ્રા.લિ.ના મેનેજિંગ ડાયરેકટર ડો. સલિલ વાણિયાવાલા Upcoming Innovations and Business Opportunities in Genomics વિષે વકતવ્ય રજૂ કરશે. જ્યારે રિસાયકલ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા ઇટેક ગૃપના ફાઉન્ડર ડો. બિનિશ દેસાઇ Scope of Waste into Eco Economical and Social Innovation વિષે વકતવ્ય રજૂ કરશે.અત્રે નોંધનીય છે કે, ઉપરોકત સેમિનારમાં ભાગ લેવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3KqImkH પર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત