
સુરત : કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે આજરોજ ઓલપાડ તાલુકાના અશોકનગર, માછીવાડ, સાયણ તથા શહેરના મોટા વરાછા, સોનીફળિયા, ઉત્રાણ તથા કરંજ વિધાનસભાના વિવિધ ગણપતિ પંડાલોની મુલાકાત લઈ ગણપતિદાદા સમક્ષ શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા.

તેમણે ગણેશજીની આરતી ઉતારીને પૂજા અર્ચના કરી દેશ અને રાજ્ય સતત વિકાસના પંથે અગ્રેસર રહે, નાગરિકોનું સ્વાસ્થ જળવાઈ રહે અને ગણેશજી તમામ નાગરિકોના કષ્ટ હરી સુખપ્રદ જીવન અર્પે તેવી પ્રાર્થના કરી હતી. કેન્દ્રીય રેલવે મંત્રીએ આયોજકો, સંચાલકો, ગણેશોત્સવની ઉજવણીમાં સામેલ થનાર તમામ લોકો અને ભાવિક ભકતોને શુભેચ્છા પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત