
સુરત, 2 સપ્ટેમ્બર : કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર, સુરત દ્વારા સુરત જિલ્લા વહીવટીતંત્ર અને તાલુકા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ઓલપાડના અણીતા સ્થિત વિદ્યાદીપ યુનિવર્સિટી ખાતે ‘મતદાતા જાગૃતિ કેમ્પ યોજાયો હતો. જેમાં નવા ચૂંટણી કાર્ડ બનાવવા તથા કાર્ડમાં સુધારા વધારા કરવાના હેતુસર 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.કેમ્પમાં ઓનલાઇન તથા ઓફલાઈન માધ્યમથી અરજીફોર્મ ભરવામાં આવ્યા હતા. તેમજ 150 જેટલા નવા ચૂંટણી કાર્ડ તથા ઓનલાઈન-ઓફલાઈન સુધારાની કામગીરી કરવામાં આવી હતી.

આ પ્રસંગે નાયબ મામલતદાર રેખાપટેલ, વિદ્યાદીપ યુનિ.ના ટ્રસ્ટી હિરેન પટેલ, કેમ્પસ ડાયરેક્ટર મુકુંદ પટેલ, તાલુકા કોઓર્ડીનેટર મનોજ દેવીપુજક, નેહરુ યુવા કેન્દ્રના મંડળો અને મામલતદાર કચેરીના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત