
સુરત, 3 સપ્ટેમ્બર : યુગ પ્રવર્તક શિક્ષક અને રાષ્ટ્રપતિ ડો.એસ.રાધાકૃષ્ણનની જન્મ જયંતિ- 5મી સપ્ટેમ્બર-ને અનુલક્ષીને ભારત વિકાસ પરિષદ-(સુરત મેઈન) દ્વારા ઉધના, ખરવરનગરની શેઠશ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિર ખાતે ગુરૂવંદન અને છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શિક્ષણ અને સંસ્કારના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનાર શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સન્માન કરી એમને પ્રોત્સાહિત કરાયા હતા.

શહેરની શાળાઓમાંથી 5 શ્રેષ્ઠ આચાર્યની પસંદગી કરાઈ હતી, જેમાં સુરત સુમન હાઈસ્કૂલ નં.4ના આચાર્ય ડો.સુરેશ અવૈયાને તેમની શ્રેષ્ઠ શિક્ષણ કામગીરી બદલ એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. તેમજ શાળાની વિદ્યાર્થિની પૂર્વી ગુપ્તાને ધો.10માં સુરત શહેરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ એવાર્ડથી નવાજવામાં આવી હતી.આ પ્રસંગે દ.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ રમેશ વઘાસિયા, શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત