સુરત : જિલ્લા કક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવા માટે ખેલૈયાને અનેરી તક

સ્થાનિક
Spread the love

સુરત, 3 સપ્ટેમ્બર : રાજ્યના રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ પ્રેરિત તેમજ કમિશનર, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-ગાંધીનગર આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી-સુરતના ઉપક્રમે જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા યોજાશે. જેમાં તા.14 સપ્ટે. સુધી અરજી ફોર્મ ભરી શકાશે. આ સ્પર્ધામાં પ્રાચીન તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં 14થી 35 વર્ષની વયની બહેનો ભાગ લઈ શકશે. તેમજ રાસ અને પ્રાચીન, અર્વાચીન ગરબા સ્પર્ધામાં ભાગ લેનારની વય 14 થી 40 રહેશે. રાસ-ગરબાનો સમય 6થી 10 મિનિટનો રહેશે.સ્પર્ધામાં 12થી 16 ખેલૈયાઓ અને 4 સંગીતકાર રાખી શકાશે.ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ સાથે 14મી સપ્ટેમ્બર-2022 સુધીમાં કચેરી સમય દરમિયાન જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જૂની સિવીલ કોર્ટ બિલ્ડીંગ, પ્રથમ માળ, નાનપુરા ખાતે જમા કરાવવું. સમયમર્યાદા બાદ આવેલા ફોર્મ સ્વીકારાશે નહીં તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી-સુરતની યાદીમાં જણાવાયું છે..

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *