
સુરત, 4 સપ્ટેમ્બર : સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, સુરત જિલ્લા વહીવટીતંત્ર અને ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ(એલિમ્કો)-કાનપુરના સંયુક્ત ઉપક્રમે સરદારસિંહ રાણા કોમ્યુનિટી હોલ ખાતે દિવ્યાંગજનોને વિનામૂલ્યે કૃત્રિમ અંગ અને સહાયક ઉપકરણો વિતરણ હેતુ એસેસમેન્ટ અને દિવ્યાંગ પ્રમાણપત્ર માટે મેડિકલ કેમ્પ યોજાયો હતો.

કેમ્પમાં ઉપસ્થિત સાંસદ પ્રભુ વસાવાએ દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દિવ્યાંગજનોને કૃત્રિમ અંગો અને ઉપકરણો માટે એસેસમેન્ટ કરાયું હતું. સાંસદએ કેમ્પની કામગીરીનું નિરીક્ષણ કરી વધુમાં વધુ દિવ્યાંગોને લાભાન્વિત કરવા અંગે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. આ પ્રસંગે સંગઠન કાર્યકર્તાઓ, તબીબો અને દિવ્યાંગ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સાંસદ વસાવાએ જણાવ્યું હતું કે, દિવ્યાંબગ ભાઈ-બહેનો આત્મ નિર્ભર બની સમાજમાં સન્મારનપૂર્વક ઉન્નત મસ્તકે જીવન જીવી શકે તે માટે તેમની ક્ષમતા વધારવા જરૂરી ઉપકરણો પૂરા પાડવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, દિવ્યાંેગોને સક્ષમ બનાવવા સમગ્ર દેશમાં વડાપ્રધાન મોદીના વિઝન હેઠળ સુગમ્યસ ભારત અભિયાન પણ અમલી છે. જેને પરિણામે દિવ્યાંાગોના સશક્તિકરણની નવી દિશાઓ ખુલી છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે મહુવાના તરસાડી બાદ તા5મીએ સુરતના બારડોલી, તા.6ઠ્ઠીએ પલસાણા ખાતે, તા.7,8 અને 9સપ્ટે. દરમિયાન તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ અને નિઝરમાં દિવ્યાંગો માટે એસેસમેન્ટ કેમ્પ યોજવામાં આવશે. જેમાં જરૂરિયાત ધરાવતા તમામ દિવ્યાંગોનું પ્રથમ એસેસમેન્ટ અને ત્યારબાદ એક થી બે માસમાં સાધનોનું વિતરણ કરવામાં આવશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત