સુરત, 4 સપ્ટેમ્બર : સુરત-તાપી જિલ્લાના વિવિધ ગામોમાં દિવ્યાંગો માટે આગામી દિવસોમાં કૃત્રિમ અંગોનો એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં, તા.5મીએ સુરત જિલ્લાના બારડોલી, તા.6ઠ્ઠીએ પલસાણા ખાતે, તા.7મીએ વ્યારા ખાતે વ્યારા નગર અને તાલુકાના લાભાર્થીઓ, વાલોડ અને ડોલવણ તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓ માટે, તા.8મીએ સોનગઢ ખાતે સોનગઢ નગર અને તાલુકો, ઉચ્છલ તાલુકાના અને તા.9મીએ તાપી જિલ્લાના નિઝર ખાતે કુકરમુંડા અને નિઝર તાલુકાના દિવ્યાંગજનો કૃત્રિમ અંગોનો એસેસમેન્ટ કેમ્પ યોજાશે. બારડોલીની મૂકબધિર બાળકોની સ્કૂલ ખાતે કેમ્પ યોજાશે, જેમાં બારડોલી નગર, બારડોલી અને મહુવા તાલુકાના દિવ્યાંગજનો લાભ લઈ શકશે, જ્યારે પલસાણા ખાતે પલસાણા અને ચોર્યાસી તાલુકો, સચિન અને કડોદરાના દિવ્યાંગો લાભ લઈ શકશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત