સુરત ચેમ્બર દ્વારા Progress of Surat on “Sustainable Development Goals” વિષે સેશન યોજાશે

સ્થાનિક
Spread the love

સુરત, 4 સપ્ટેમ્બર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સોમવાર, તા.5 સપ્ટેમ્બર, 2022ના રોજ સાંજે 5:30 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે Progress of Surat on “Sustainable Development Goals” SDGs (An initiative of United Nations) વિષય પર સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાત વકતા તરીકે યુએસએ બેઇઝડ મેનેજમેન્ટ કન્સલ્ટીંગ ગ્રોલિટીના પ્રેસિડેન્ટ એન્ડ સીઇઓ ડો. નિતિન ડુમસિયા દ્વારા મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે.
ડાયમંડ, ટેકસટાઇલ, જ્વેલરી, ફાર્મા અને એન્જિનિયરિંગ જેવા સુરતના ઉદ્યોગો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ તરફ કેવી રીતે પરિવર્તન કરી રહયા છે તે સમજવા માટે ખાસ કરીને આ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેશનમાં ભાગ લેવા માટે ગુગલ https://bit.ly/3PUHWEn પર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *