
સુરત,4 સપ્ટેમ્બર : આમ આદમી પાર્ટીના એડવોકેટ વિંગના પ્રદેશ પ્રમુખ પ્રણવ ઠક્કરે એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધન જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર જે જીવલેણ હુમલો થયો એ સંદર્ભમાં, આજે આમ આદમી પાર્ટીની પ્રદેશની લીગલ ટીમ સુરત ખાતે મનોજ સોરઠીયાની મુલાકાતે આવી હતી. ત્યારબાદ સુરતની લીગલ ટીમ સાથે મુલાકાત દરમિયાન અમને જાણવા મળ્યું કે, ભાજપ દ્વારા મનોજસોરઠીયા જે કાયરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો છે, આ હુમલાની FIR માં પોલીસ દ્વારા ઘણી બધી ખામીઓ રહી ગઈ છે.
મનોજભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા, માથામાં ટાંકા આવ્યા છે અને મરતા મરતા બચ્યા છે તો 120B અને 307ની કલમ ફરજિયાતપણે લાગવી જોઈએ. છતાં પણ આ કલમ લગાવવામાં આવી નથી. બીજું કે 164 મુજબ તાત્કાલિક ધોરણે મેજિસ્ટ્રેટની સામે નિવેદન લેવાવું જોઈએ તે પણ પોલીસ દ્વારા લેવડાવ્યું નથી. વિડીયો ફૂટેજ અને સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણી અને કામરેજના ધારાસભ્ય વી. ડી.ઝાલાવાડીયા બંને ઘટના સ્થળથી 50 ફૂટ અંતરે હાજર હતા. આ બાબત FIRની અંદર જણાવવામાં આવી હતી, તો પણ આરોપી તરીકે તેમના નામ જોડવામાં આવ્યા નથી. પોલીસને વિનંતી છે કે 307 અને 120B એડિશનલ સેક્શન ઉમેરી દે અને બાકી બે જે ઈસમો હતા એમના નામ આરોપી તરીકે ઉમેરી દે. અને એ પણ વિનંતી છે કે crpc 164 મુજબ તાત્કાલિક ધોરણે તેમનું નિવેદન લઈ લે.સીસીટીવી ફૂટેજ છે, વિડીયો ફૂટેજ છે છતાંય મનોજભાઈ સોરઠીયા ઉપર દેખીતી રીતે અટેક થાય છે. એમના વિરુદ્ધ તાત્કાલિક ધોરણે એવી જ FIR થાય છે. આ જે FIR થઈ છે તે એકદમ ખોટી અને ગેરવ્યાજબી છે. મારી IO સાહેબથી વિનંતી છે કે અમારી માંગણી અને આ ત્રણ વાતો ધ્યાનમાં રાખે અને તેના ઉપર કાર્યવાહી કરે. અને જો તેઓ આ નથી કરતા તો અમે તેમના વિરુદ્ધ પણ કાપોદરા પોલીસ સ્ટેશનમાં IPC સેક્શન 166A, 166B અને GPA 145 મુજબની કાર્યવાહી કરીશું.
જો ગોપાલભાઈ એકવાર ડ્રગ્સ સંઘવી બોલે અને ભારતીય જનતા પાર્ટીની લાગણી દુભાઈ જાય છે અને તરત જ FIR દર્જ થઈ જાય છે. તેમાં મારે એટલું કહેવું છે કે જો પોલીસ અને ભાજપ જનતા માટે પણ આટલી જલદી કામ કરે તો સારું રહેશે. પોલીસે સંવિધાન બચાવવાની શપથ લીધી છે ભાજપને બચાવવાની નહીં.મનોજ સોરઠીયા ઉપર જે હુમલો થયો હતો તે કાયરતાની નિશાની છે. ભાજપ એ કાયરતાનું પ્રદર્શન કર્યું છે અને મને વિશ્વાસ છે કે ગુજરાતની જનતા કાયર લોકો જોડે ન હોય. અમે મહેનતથી લોકો છીએ, ઈમાનદાર લોકો છીએ, દેશભક્ત લોકો છીએ, અમે કાયર લોકોથી ડરતા નથી અને અમને વિશ્વાસ છે કે ગુજરાતની જનતા અમારી સાથે રહેશે.
આ મહત્વપૂર્ણ પ્રેસ વાર્તામાં આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રદેશ પ્રમુખ પ્રણવ ઠક્કર સહીત પુનિત જુનેજા સ્ટેટ લીગલ સેલ સેક્રેટરી, ઓમ કોટવાલ સ્ટેટ લીગલ સેલ સેક્રેટરી હાઇકોર્ટ ટીમ, દીપક કોકાશ સ્ટેટ લીગલ સેલ જોઈન્ટ સેક્રેટરી, જીતેન્દ્ર ગીનિયા સુરત મહાનગરપાલિકા લીગલ પ્રમુખ, શીતલ ઉપાધ્યાય સ્ટેટ લીગલ સેલ જોઈન્ટ સેક્રેટરી હાજર રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત