
સુરત, 6 સપ્ટેમ્બર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે Progress of Surat on “Sustainable Development Goals” SDGs (An initiative of United Nations) વિષય પર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે યુએસએ બેઇઝડ મેનેજમેન્ટ કન્સલ્ટીંગ ગ્રોલિટીના પ્રેસિડેન્ટ એન્ડ સીઇઓ ડો. નિતિન ડુમસિયા દ્વારા વૈશ્વિક કક્ષાની મહત્વની જાણકારી આપવામાં આવી હતી.
ડો. નિતિન ડુમસિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોમાં વિશ્વમાં ઘણા ઇનોવેશન્સ થયા, નવી પ્રોડકટ ડેવલપ થઇ અને નવી સર્વિસિસ શરૂ થઇ. આ બધી બાબતોને કારણે કલાયમેટમાં ઘણો બદલાવ આવ્યો. કલાયમેટની સાથે વિશ્વમાં સોશિયલ બેલેન્સ ખોરવાયું છે અને ગવર્નન્સમાં ઘણી ઘટનાઓ થઇ. આથી એન્વાયરમેન્ટ, સોશિયલ અને ગવર્નન્સ વિગેરે બાબતોને જાળવવા માટે 22 વર્ષ પહેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની રચના થઇ છે અને તેના માટે 17 ગોલ્સને મેળવવા પડશે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ વિશ્વને યાદ અપાવે છે કે પર્યાવરણના જતન માટે, સોશિયલ બેલેન્સ જાળવવા તથા ગુડ ગવર્નન્સ માટે કેટલીક બાબતોને કન્ટ્રોલમાં લાવવી પડશે.વિશ્વમાં આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંયુકત રાષ્ટ્રે 180થી વધુ દેશોને જોડવામાં આવ્યા છે. કલાયમેટ ઉપર પેરીસ એગ્રીમેન્ટ થયું હતું અને પર્યાવરણના જતન માટે તમામ દેશોને અભિયાન તથા ઝુંબેશ ચલાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. હવે આગામી મિટીંગ નવેમ્બર– 2023માં ઇજિપ્ત ખાતે થનાર છે. જેમાં વિવિધ દેશોએ રિન્યુએબલ એનર્જી, વૃક્ષારોપણ, વેસ્ટના નિકાલ માટે તથા સોશિયલ રિફોર્મ્સ પોલિસી માટે શું કામ કર્યુ તેનો રિપોર્ટ આ મિટીંગમાં અપાશે.

ડો. ડુમસિયાએ 17 ગોલ્સ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં દેશમાંથી ગરીબી દૂર કરવી, ભુખમરીનો ખાત્મો કરવો, સારુ આરોગ્ય, ગુણવત્તાસભર શિક્ષણ, જેન્ડર ઇકવાલિટી, કલીન વોટર એન્ડ સેનીટેશન, કલીન એનર્જી, ડિસેન્ટ વર્ક એન્ડ ઇકોનોમિક ગ્રોથ, ઇન્ડસ્ટ્રી – ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર, રિડયુસ ઇનઇકવાલિટીઝ, સસ્ટેનેબલ સિટીઝ એન્ડ કોમ્યુનિટીઝ, રિસ્પોન્સીબલ કન્ઝમ્પશન એન્ડ પ્રોડકશન, કલાયમેટ એકશન, લાઇફ બિલો વોટર, લાઇફ એન્ડ લેન્ડ, શાંતિ – ન્યાય એન્ડ સ્ટ્રોન્ગ ઇન્સ્ટીટયુશન્સ તથા પાર્ટનરશિપ ફોર ધી ગોલ્સનો સમાવેશ થાય છે. આ ગોલ્સને મેળવવા માટે એનજીઓ, ચેમ્બર ઓફ કોમર્સ તથા વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે મળીને પાર્ટનરશિપ કરવી પડશે.
આ બાબતે ભારતમાં નીતિ આયોગ, દેશના રાજ્યો તથા વિવિધ શહેરોમાં શું ચાલી રહયું છે તેની તપાસ કરે છે અને તેના આધારે દર વર્ષે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેકસ રિપોર્ટ બનાવે છે. નીતિ આયોગના રિપોર્ટ મુજબ ઇન્ડસ્ટ્રી – ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર ગોલમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે. શાંતિ, ન્યાય અને સ્ટ્રોન્ગ ઇન્સ્ટીટયુશન્સમાં ગુજરાત દેશમાં ઉત્તરાખંડ બાદ બીજા ક્રમે છે. આ ગોલમાં સુરત, ગુજરાતમાં અગ્રેસર છે. કલાયમેટ એકશન ગોલમાં ઓડીશા બાદ ગુજરાત બીજા ક્રમે છે. સસ્ટેનેબલ સિટીઝ એન્ડ કોમ્યુનિટીઝ ગોલમાં પણ ગુજરાત પંજાબ બાદ દેશમાં બીજા ક્રમે છે. કલીન વોટર સેનીટેશનમાં ગોવા બાદ ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. જેન્ડર ઇકવાલિટીમાં પણ છત્તીસગઢ બાદ દેશમાં ગુજરાત બીજા ક્રમે છે.

ચેમ્બર ઓફ કોમર્સના ગૃપ ચેરમેન મૃણાલ શુકલએ સેશનમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની એચઆર એન્ડ ટ્રેનીંગ કમિટીના ચેરમેન ડો. નિરવ મંડિરે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કમિટીના કો–ચેરમેન વિજયકુમાર રાદડીયાએ વકતાનો પરિચય આપી સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. અંતે કમિટીના કો–ચેરમેન ચિરાગ દેસાઇએ સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત