
સુરત, 7 સપ્ટેમ્બર : સુરત શહેરના મોટાવરાછા સ્થિત બી-૨૭,યમુના દર્શન સોસાયટીમાં રહેતા અને એમ્બ્રોડરીના ખાતામાં નોકરી કરીને રીતેશ નરશીભાઈ નાવડિયા (ઉ.વ. 39) પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા.તા. 29-08-2022નાં રોજ સવારે 11વાગ્યા આજુબાજુ એમણે આર્થિક સકંડામણ કે અગમ્ય કારણોસર દવા પીધેલી હતી, જેની જાણ ઘરે થતા દવા પીધેલી હાલતમાં બપોરે 12;05 કલાકે પી પી સવાણી હોસ્પિટલ, સુરત ખાતે લઈ ગયેલા હતા, જ્યાં તેઓને પ્રાથમિક જરૂરી સારવાર આપીને MICUમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડો.ઊર્મિકા ધોળિયા, ડો. જયદીપ ધામેલીયા, ડો. જયદીપ હીરપરા, ડો. જીગ્નેશ ધામેલીયાની હેઠળ દાખલ કરીને સારવાર શરુ કરવામાં હતી. ત્યાંથી તેઓએ ડીસ્ચાર્જ લઈ મહાવીર હોસ્પિટલ ખાતે વધુ સારવાર શિફ્ટ થયા હતા, ત્યારબાદ ગઈકાલે સાંજે તેઓને સીમ્સ હોસ્પિટલ, સુરત ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

મંગળવાર, તા.06-09-2022ના રોજ ન્યુરોફીઝીશ્યન ડૉ.રાકેશ ભરોડીયા, અને MD ફીજીશ્યન ડૉ. નરેન્દ્ર ગઢિયા, નેફ્રોલોજીસ્ટ ડૉ.જયદીપ હીરપરા, ન્યુરોફીઝીશ્યન ડો. ભદ્રેશ માંગુકિયા એ રીતેશ નાવડિયાને બ્રેનડેડ જાહેર કર્યો.રીતેશ નાવડીયાના નાનાભાઈ ભાવેશભાઈ અને તેમના સાળા કિશોરભાઈએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સ્થાપક-પ્રમુખ પીયુષ ગોંડલિયાનો ટેલીફોનીક સંપર્ક કરી રીતેશના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમે હોસ્પિટલ પહોંચી રીતેશભાઈની પત્ની અસ્મિતા, ભાઈ ભાવેશભાઈ , સાળા કિશોરભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

પરિવારજનોએ જણાવ્યું કે અમારા સ્વજન બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્વિત જ છે. શરીર બળીને રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોઈ તો અંગદાન માટે આપ આગળ વધો.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા પીયુષ ગોંડલિયા એ State Organ and Tissue Transplant Organization (SOTTO) નો સંપર્ક કરી કિડની અને લિવર દાન માટે જણાવ્યું.ગુજરાત સરકારની SOTTO સંસ્થા દ્વારા ડો. પ્રાંજલ મોદી, ડો.અંકુર વાગડિયા, ડો. યશ પટેલ, રાજુભાઈ ઝાલા, અલ્પેશભાઈ રાવલની મદદથી બને કિડની અને એક લિવરનું દાન SOTTO દ્વારા સ્વીકારવામાં આવેલ હતું. અને બંને આંખોનું દાન લોક્દ્રષ્ટિ ચક્ષુબેંક, સુરતના પ્રફુલભાઈ શિરોયાના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું 184 મીનીટમાં કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરતની સીમ્સ હોસ્પીટલથી અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલ, સોલારોડ , અમદાવાદ સુધીના 272 કિ.મિ. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર મળ્યો હતો.

અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન-પ્રમુખ પીયુષ ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી જેમાં રીતેશભાઈના પત્ની અસ્મીતાબેન, નાનાભાઈ ભાવેશભાઈ અને તેમના સાળા કિશોરભાઈ, ડૉ.રાકેશ ભરોડીયા, ડો. ભદ્રેશ માંગુકિયા ,ડૉ. નરેન્દ્ર ગઢિયા, ડૉ.જયદીપ હીરપરા, ડો. અરવિંદભાઈ વિરડીયા, સુનીલભાઈ કાકડિયા, ડો. ગૌતમભાઈ શિહોરા, ચિરાગભાઈ કુકડિયા, નીતિનભાઈ ધામેલીયા, ડો. પૂર્વેશ્ભાઈ ઢાંકેચા, પ્રિતેશભાઈ નાકરાણી, રજનીકાંત કુબાવત, જસ્વીન કુંજડીયા અને સમગ્ર સીમ્સ હોસ્પિટલ સ્ટાફનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.આ સંસ્થાના માધ્યમથી ઓર્ગન ડોનેશનની અવેરનેસ લાવવા ગ્રીન કોરીડોરની તિરંગા અને રાષ્ટ્રીય નારા સાથે રીતેશભાઈનાં સમગ્ર પરિવાર , વલ્લભભાઈ સવાણી , દામજીભાઈ કાકડિયા, પ્રફુલભાઈ શિરોયા અને વિવિધ આગેવાનો એ હાજર રહી પ્રસ્થાન કરાવ્યું હતું.સ્વર્ગીય નરશીભાઈ તેમની પાછળ તેમના પત્ની અસ્મીતાબેન,પુત્ર અરિત, પુત્રીઓ નવ્યા અને જીયા તેમજ માતા કંચનબેન સહિતના પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે.બ્રેઈનડેડ રીતેશ નરશીભાઈ નાવડિયા પરિવારે તેના ચક્ષુ, કિડની અને લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી..
આ સમગ્ર દુઃખદ ઘટના અને ત્યાર બાદ કરવામાં આવેલી અંગદાનની પ્રશંસનીય સેવા અંગેની સંપૂર્ણ માહિતી મીડિયા જગતને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના વિપુલ તળાવીયાએ પુરી પડી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત