
સુરત, 7 સપ્ટેમ્બર : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આવતીકાલે તારીખ:-8/9/22 ને ગુરૂવાર ના રોજ સુરત ખાતે વિવિધ ગણેશ મંડપો પર દર્શન કરી બાપા ના આશીર્વાદ પ્રાપ્ત કરશે.
તાજેતરમાં ચાલતા ગણેશ ઉત્સવ સંદર્ભે આવતીકાલે ગુરૂવારના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ સુરત ખાતે વિવિધ ગણેશ આયોજકો દ્વારા સ્થાપિત કરાયેલા ગણપતિ બાપા ના વિવિધ મંડપો પર દર્શન કરી ગુજરાતના સર્વે વહાલા નાગરિકો ની સુખાકારી માટે પ્રાર્થના કરશે. જેની સાથે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તથા મોટીસંખ્યામાં કાર્યકર્તાઓ સાથે જોડાશે.મુખ્યમંત્રીની સુરત શહેરની આ મુલાકાતને લઈને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત