
સુરત, 10 સપ્ટેમ્બર : રાજયના ગૃહ અને રમતગમત રાજયમંત્રી હર્ષ સંધવીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતેથી ગુજરાત રાજયમાં 36મી નેશનલ ગેઈમ્સના આયોજન અર્થે રાજયભરના કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી.

આ અવસરે ગૃહરાજયમંત્રીએ રાજયમાં યોજાઈ રહેલી નેશનલ ગેઈમ્સમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના યુવાનો, રમતવીરો ઉત્સાહભેર જોડાઈ તે માટે રાજયભરના અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.

આ બેઠકમાં પોલીસ કમિશનર અજયકુમાર તોમર, મ્યુ.કમિશનર બંછાનિધિપાની, સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારીડી.એસ.ગઢવી, રાજયના મ્યુ.કમિશનરો,જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, વિવિધ એસોસિયેશનોના પ્રતિનિધિઓ, કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત