નોન-મેટ્રો વચ્ચે સુરતનો #1 રેન્ક : લીડ દ્વારા ભારતના પ્રથમ સ્ટુડન્ટ કોન્ફિડન્સ ઇન્ડેક્સમાં ખુલાસો

રાષ્ટ્રીય
Spread the love

સુરત, 8 સપ્ટેમ્બર : આત્મનિર્ભર ભારત માટે આત્મવિશ્વાસના વિઝનને સુસંગત રીતે ભારતની સૌથી મોટી સ્કૂલ એડટેક કંપની લીડએ આજે ભારતના પ્રથમ સ્ટુડન્ટ કોન્ફિડન્સ ઇન્ડેક્સ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. આ એક એવો અભ્યાસ છે, જે તમામ વિસ્તારો, શહેરો, વસ્તી અને વિવિધ અન્ય માપદંડોમાં શાળાએ જતાં વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસના સ્તરનું મૂલ્યાંકન કરે છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (એલએમઆરએફ, એસએમએલએસ) સાથે જોડાણમાં વિકસાવેલો લીડનો ઇન્ડેક્સ વિદ્યાર્થીના આત્મવિશ્વાસની કેટલીક અસરકારક ઉપયોગી જાણકારીઓનો ખુલાસો કરે છે. જ્યારે ભારતના વિદ્યાર્થીઓના સરેરાશ આત્મવિશ્વાસનું સ્તર 100ના સ્કેલ પર 75 છે, ત્યારે સુરતના વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસનું સ્તર આ જ સ્કેલ પર 83 છે.
લીડનો સ્ટુડન્ટ કોન્ફિડન્સ ઇન્ડેક્સ 21મી સદીમાં આત્મવિશ્વાસ આપતી પાંચ ખાસિયતોનું મૂલ્યાંકન કરે છે, જે જીવનમાં સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ છે. આ પાંચ ખાસિયતો છેઃ સમજણ, મહત્વપૂર્ણ વિચારસરણી, સંચારક્ષમતા, જોડાણ તથા વિવિધ તકો અને મંચોની સુલભતા.

અન્ય મુખ્ય ઉપયોગી જાણકારીઓઃ
● 87ના ઇન્ડેક્સ સ્કોર પર હૈદરાબાદ અને 62ના ઇન્ડેક્સ સ્કોર સાથે અમ્બાલા વચ્ચે 25-પોઇન્ટનો ગેપ સૂચવે છે કે, ભારતના મેટ્રોમાં વિદ્યાર્થીઓમાં નોન-મેટ્રોના વિદ્યાર્થીઓ કરતાં વધારે આત્મવિશ્વાસ જળવાઈ રહ્યો છે. ઉપરાંત, મેટ્રોના વિદ્યાર્થીઓ નોન-મેટ્રો*માં વિદ્યાર્થીઓની સરખામણીમાં આત્મવિશ્વાસ પેદા કરતી પાંચ ખાસિયતોમાં સ્પષ્ટપણે વધારે સ્કોર ધરાવે છે.

                                                                 % વિદ્યાર્થીઓ, જેમના માટે ખાસિયત એક ક્ષમતા છે
                                                             (4 અથવા 5નું સ્ટુડન્ટ સેલ્ફ-રેટિંગ)

ખાસિયત મેટ્રો નોન-મેટ્રો*
વિભાવનાની સમજણ 61 42
મહત્વપૂર્ણ વિચારસરણી 61 42
સંચારક્ષમતા 63 46
જોડાણ 53 44
તક 57 41

● જ્યારે પશ્ચિમ ભારત 81ના પ્રાદેશિક સ્તર પર સૌથી વધુ સ્ટુડન્ટ કોન્ફિડન્સ લેવલ ધરાવે છે, ત્યારે દક્ષિણ અને પૂર્વ ભારતના વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસનું સ્તર લગભગ રાષ્ટ્રીય સ્તરની નજીક છે.
● ચેન્નાઈ અને મુંબઈમાં છોકરીઓનો આત્મવિશ્વાસ છોકરાઓ કરતાં થોડો વધારે છે. આ બંને મેટ્રોને બાદ કરતાં તમામ મેટ્રો અને નોન-મેટ્રોમાં છોકરાઓ અને છોકરીઓમાં આત્મવિશ્વાસ વધતા-ઓછા અંશે લગભગ સમાન છે.
● રસપ્રદ બાબત એ છે કે, નોન-મેટ્રોમાં લીડના વિદ્યાર્થીઓ અન્ય સ્કૂલ્સના વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ પેદા કરતાં ગુણોની દ્રષ્ટિએ પાછળ પાડી દીધા છે.
આ ઇન્ડેક્સ પર ટિપ્પણી કરતાં લીડના સહ-સ્થાપક અને સીઇઓ સુમીત મહેતાએ કહ્યું હતું કે, “ભારતને આત્મનિર્ભર થવા આપણા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. પણ આપણા દેશના વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસનું સ્તર કેટલું છે એની જાણકારી મેળવવાની કોઈ રીત નહોતી. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (એલએમઆરએફ, એસએમએલએસ) સાથે જોડાણમાં વિકસાવેલો લીડનો સ્ટુડન્ટ કોન્ફિડન્સ ઇન્ડેક્સ આ ગેપ દૂર કરે છે. આ એક વાર્ષિક સર્વે છે અને અમને અમારા વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસના સ્તર પર નજર રાખવામાં તેમજ અમને અમારા શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા કેન્દ્રિત હસ્તક્ષેપો હાથ ધરવામાં મદદરૂપ થશે.”
એલએમઆરએફ, એસએમએલએસ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રાહુલ એસએ ઉમેર્યું હતું કે, “અમને ભારતનો પ્રથમ સ્ટુડન્ટ કોન્ફિડન્સ ઇન્ડેક્સ વિકસાવવામાં લીડ સાથે જોડાણ કરવાની ખુશી છે. આ કોન્ફિડન્સ ઇન્ડેક્સ બનાવવા માટેનું ટૂલ ટીઆઇએએસમાં એલએમઆરએફ ટીમની સંશોધનાત્મક પ્રક્રિયા અને મહેનતનું પરિણામ છે. આત્મવિશ્વાસ માપવામાં ટૂલની વેલિડિટી અને વિશ્વસનિયતા અકાદમિક કામગીરી તરફ દોરી જાય છે, જે વૈજ્ઞાનિક રીતે સ્થાપિત થઈ છે. સંશોધન તથા લીડ સ્કૂલ્સ અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાની જે તક મળે એમાં અમને અકાદમિક ઉપલબ્ધિઓમાં અર્થસભર પરિવર્તન લાવવાની સંભવિતતા તથા વિદ્યાર્થીઓના જીવન અને કારકિર્દીની આવશ્યક ક્ષમતાઓને લઈને સંતોષ થયો હતો.”
ભારતના પ્રથમ સ્ટુડન્ટ કોન્ફિડન્સ ઇન્ડેક્સમાં 6 મેટ્રો, 6 નોન-મેટ્રો અને 3 ટિઅર 2/3 શહેરોમાં ધોરણ 6થી 10ના 2800+ વિદ્યાર્થીઓનો સર્વે થયો હતો. આ અભ્યાસ માર્કેટ રિસર્ચ અને સર્વે કંપની બોર્ડરલેસ એક્સેસ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.

લીડ વિશે

લીડભારતની સૌથી મોટી સ્કૂલ એડટેક કંપની છે અને લીડરશિપ બૂલેવાર્ડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રમોટેડ છે. લીડની સ્થાપના વર્ષ 2012માં ભારતમાં શાળા શિક્ષણમાં પરિવર્તન લાવવાના અભિયાન સાથેસુમીત મહેતાઅનેસ્મિતા દેવરાહએ કરી હતી. આ ટેકનોલોજી સાથે ઊંડું સંશોધન કરેલા અભ્યાસક્રમ અને શિક્ષણની પદ્ધતિનો સમન્વય કરે છે, જેથી શિક્ષણ અને અભ્યાસની સંકલિત વ્યવસ્થા ઊભી થઈ છે, જેણે સમગ્ર ભારતમાં 3500+ શાળાઓમાં વિદ્યાર્થીઓના શિક્ષણના પરિણામો અને શિક્ષકની કામગીરીમાં સુધારો કર્યો છે. લીડની સંકલિત વ્યવસ્થા સમગ્ર ભારતમાં 400+ શહેરો અને નગરોમાં ઉપલબ્ધ છે, જે 1.4 મિલિયન+ વિદ્યાર્થીઓ સુધી પહોંચી અને 25,000થી વધારે શિક્ષકોને સક્ષમ બનાવ્યાં છે. લીડ પાવર્ડ સ્કૂલ્સ આંતરરાષ્ટ્રીય ધારાધોરણના શિક્ષણ સાથે બાળક પ્રદાન કરે છે અને જીવનમાં તેમને સફળતા અપાવવામાં મદદરૂપ થાય એના પર ધ્યાન કેન્દ્રિત કરીને સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય સ્તરે લઈ જાય છે. તમારી નજીકમાં લીડ-પાવર્ડ સ્કૂલ શોધોઃ www.leadschool.in.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *