પીએનબી મેટલાઇફ જૂનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સુરતની ઋતુજા કુલકર્ણી અને પાર્થ પટેલ U-17 વિજેતાઓ બન્યા

ખેલ જગત
Spread the love

સુરત, 8 સપ્ટેમ્બર : સુરતમાં 900થી વધારે કુશળ બેડમિન્ટન ખેલાડીઓએ પીએનબી મેટલાઇફ જૂનયિર બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2022ની 6ઠ્ઠી એડિશન દરમિયાન તેમના પર્ફોર્મન્સ સાથે દર્શકોને પ્રભાવિત કરી દીધા હતા. ટૂર્નામેન્ટનીયશ ટેનિસ બેડમિન્ટન એકેડેમી,મગદલા સર્કલ, હઝિરા રોડ,સુરતસંપન્ન થઈ હતી અને સમાપન સમારંભમાં તમામ 5 કેટેગરીઓમાં 10 ઉગતા બેડમિન્ટન ચેમ્પિયન્સની પ્રશંસા કરી હતી. બોયઝ સિંગલ્સ U-17 કેટેગરીમાં વલસાડના પાર્થ પટેલે માં અમદાવાદના અમનસિંગને સ્કોર 21-16,21-17 સાથે પરાજ્ય આપ્યો હતો. ગર્લ્સ સિંગલ્સમાં U-17 કેટેગરીમાં સુરતની ઋતુજા કુલકર્ણીએ મહેસાણાની નિત્યા કોટાઇને સ્કોર 19-21,21-18,21-8 સાથે પરાજય આપ્યો હતો.

પીએનબી મેટલાઇફના ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર સમીર બંસલે કહ્યું હતું કે,“અમે છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન ઉત્સાહ, દ્રઢતા અને સમર્પણનું અસાધારણ પ્રદર્શન જોયું છે. હું વિજેતાઓને અભિનંદનપાઠવવા અને ફાઇનલ્સ માટે શુભેચ્છા પાઠવવા ઇચ્છું છું. પીએનબી મેટલાઇફમાં અમારો ઉદ્દેશ સ્પોર્ટ્સનો ઉપયોગ બાળકોની અંદર સકારાત્મક આત્મસન્માનની ભાવના જગાવવા તથા તેમની માનસિક અને શારીરિક ક્ષમતાઓ વધારવામાં મદદરૂપ થવાનો છે. આ કોમ્પિટિશન નાની વયથી ઉચિત પ્રતિભાને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થાય છે, જેથી તેમનો વિકાસ થાય છે અને મોટા પ્લેટફોર્મ્સ પર પર્ફોર્મન્સ કરવાની ક્ષમતા વધે છે.”

ચાલુ વર્ષની ચેમ્પિયનશિપનો આગામી તબક્કો બેંગલોરમાં 27થી 30 ઓગસ્ટ, 2022 સુધી યોજાશે. યુવે ચેમ્પિયન એકેડેમીમાં અમારી સાથે જોડાવા, કારણ કે ભારતના આગામી બેડમિન્ટન ચેમ્પિયન આ ટૂર્નામેન્ટમાં રમતા યુવાનોમાંથી કોઈ બની શકે છે !

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *