
સુરત : દિગ્વિજય દિવસ એટલે શિકાગો ધર્મ મહાસભામાં વિશ્વ ચેતના ને જગાડતું સ્વામી વિવેકાનંદ દ્વારા થયેલું ઐતિહાસિક ઉદબોધન. આ દિવસે વિશ્વમાં ભારતનો ડંકો વાગ્યો હતો. સ્વામી વિવેકાનંદનું સમગ્ર જીવન અને સંદેશ યુવાનો માટે આદર્શ છે માટે જ એમની જન્મજયંતિ પર રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. એજ રીતે 11 સપ્ટેમ્બરને દિગ્વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. “યંગ ગુજરાત ફોર ન્યુ ઈન્ડિયા” અંતર્ગત દિગ્વિજય દિવસ નિમિત્તે ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું આયોજન સમસ્ત પાટીદાર સમાજની વાડી, આંબા તલાવડી, કતારગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટરોની સાથે મોટી સંખ્યામાં વ્યાપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા બિઝનેસમેનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન ની સાથે યુવા સંવાદ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડો. મનસુખભાઈ માંડવિયા એ જણાવ્યું હતું કે કોરોના સમય દરમિયાન વડાપ્રધાનનાં આદેશ મુજબ કોવિડ વેક્સીનનું પ્રોડક્શન વધારવા માટે અંકલેશ્વર જેવા સેન્ટરોમાં મિટિંગ કરી રાતોરાત પ્રોડક્શન વધારવામાં આવ્યું હતું સાથે સાથે ઉદ્યોગ સાહસિકો માટે વિવિધ યોજનાઓ તૈયાર કરવામાં આવી આજે ભારત હેલિકોપ્ટર, ટેન્ક, તેમજ ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે કન્ટેનર જેવી વસ્તુઓ બનાવી વિશ્વને ભારતનો પરિચય આપી રહ્યું છે વધુમાં ભારતનાં યુવાનો માટે આવનારો સમય સુવર્ણ યુગ લઈને આવી રહ્યું છે આજે સરકાર લેવા માટે નહીં પણ આપવા માટે તત્પર છે. ડો. મનસુખભાઈનાં માર્ગદર્શન બાદ યુવાનો સાથે પ્રશ્નોતરી થઈ હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત