
સુરત, 11 સપ્ટેમ્બર : સ્વામી વિવેકાનંદજીના જન્મ દિવસે ભારત સરકાર સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા સાંસદ પ્રભુ વસાવાની અધ્યક્ષતામાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કામરેજ દ્વારા દિવ્યાંગોના સશક્તિકરણ હેતુ પરીક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.સુરત જિલ્લાના કામરેજ સુપ્રસિદ્ધ દાદા ભગવાન મંદિર ખાતે આ શિબિર આયોજિત કરવામાં આવી હતી.કાર્યક્રમનો પ્રારંભ સાંસદ વસાવાના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો.આ શિબિરમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સાંસદ વસાવાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિવ્યાંગો પ્રત્યેની સેવાની કામગીરી ની વિશેષ માહિતી આપી હતી. દિવ્યાંગોની હર હંમેશ સતત કાર્યમાં વ્યસ્ત રહેવા અને જીવનના તમામ ક્ષેત્રે મનોબળ સાથે ખૂબ આગળ વધવા બધાને શુભેચ્છા આપી હતી.આ શિબિરને સફળ બનાવવા ગુજરાત સરકારના સમાજ કલ્યાણ બોર્ડ તમામ અધિકારીઓ, કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.સમગ્ર શિબિરનું સંચાલન વિજય વલેરાએ કર્યું હતું.આ પ્રસંગે રાજેશ પટેલ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત