
સુરત : સૂરત જિલ્લામાં 12 અને 13મી સપ્ટેમ્બર,2022ના રોજ સવારે 10 વાગે સૂરત શહેરમાં “વિશ્વાસથી વિકાસ યાત્રા” કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના કામરેજ ,બારડોલી ,માંડવી અને ઓલપાડ ખાતે રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી અને ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયા અને બારડોલી ખાતે ધારાસભ્ય ઇશ્વરપરમાર અને માંડવી ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા તેમજ ઓલપાડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલની ઉપસ્થિતિમાં જાહેર જનતાને ઉપયોગી તેમજ સુવિધાઓના વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહર્ત કાર્યક્રમો યોજાશે.એજ પ્રમાણે 13મી સપ્ટેમ્બર-2022ના રોજ સૂરત શહેર ની વિશ્વાસ થી વિકાસ યાત્રા માં પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી , ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મનપા મેયર હેમાલી બોધાવાલા તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ મહાનુભાવોની હાજરીમાં વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્તના કાર્યક્રમ યોજાશે.
12મીએ પ્રાંતકક્ષાએ તથા 13મીના રોજ સૂરત શહેરમાં યોજાનારી વિશ્વાસ વિકાસ યાત્રામાં જાહેર જનતાને જોડાવા અને સહભાગી બનવા જીલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ખાત મુહુર્ત અને લોકાર્પણના કામોની વિગત…..
સુરત જિલ્લા ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો તા.12/09/202 અને તા.13/09/2022
૧) તાલુકા/પ્રાંત કક્ષાએ લોકાર્પણ કામો 171 કુલ રકમ રૂ.8.18 કરોડ અને ખાતમુહૂર્ત કામો 479 અને કુલ રકમ રૂ.32.26 કરોડ
૨) 13મીએ સુરત શહેરમાં આયોજીત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં લોકાર્પણ કામો 19 કુલ રકમ રૂ.109.38 કરોડ અને ખાતમુહૂર્ત કામો 20 અને કુલ રકમ રૂ.62.40 કરોડ
૩) કુલ લોકાર્પણ કામો 190 કુલ રકમ રૂ.117.56 કરોડ અને ખાતમુહૂર્ત કામો 499 અને કુલ રકમ રૂ.94.66 કરોડ ખર્ચ થી કરવામાં આવશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત