
સુરત, 11 સપ્ટેમ્બર : સુરત શહેરમાં વોલિબોલ રમતની શરૂઆત આમ તો ઘણા વર્ષોથી થઈ હશે પરંતુ મારી જાણમાં છે ત્યા સુધી સને 1976 પહેલાં સુરતમા કોઇપણ જાતના વોલિબોલ મંડળો હતા નહી. અને તે સમય દરમિયાન શુટિંગ વોલિબોલ રમાતુ હતુ. ખરેખર સિસ્ટેમિટીક વોલિબોલ રમતની શરૂઆત જ્યારે સરકારની રમત પ્રશિક્ષણ કેંદ્રની કચેરીની શરૂઆત 1977થી થઇ. સરકાર તરફથી વિવિધ રમતોના પ્રશિક્ષકોની (કોચ) ની નિમણુંક થઇ અને વોલિબોલ કોચ કરણસિંહ ચાવડાની પણ નિમણૂક અત્રે સુરત થઇ.ચાવડાએ ખુબ જ ખંતથી વોલિબોલ રમતના વિકાસ માટે ખેલાડીઓની પસદંગી કરી ટી એન્ડ.ટી.વી. સાર્વજનિક હાઇ સ્કૂલ નાનપુરા ખાતે રમત ગમતના ગોડફાધર જયંત શુક્લાના સંકલનમા રહી પ્રશિક્ષણો યોજવાનું ચાલુ કર્યુ.
સુરતમા વોલિબોલ રમતની શરૂઆત થઇ. કોચ મળવાથી ખેલાડીઓમા પણ ખુબજ ઉત્સાહ હતો. ખેલાડીઓ તરફથી પણ ખુબજ સારો રિસ્પોન્સ મળ્યો. જેના પ્રતાપે સુરત જિલ્લાની શાળાકીય વોલિબોલ ભાઇઓની તથા બહેનોની ટીમો ઉભી થઇ 1978માં રાજ્યકક્ષાએ ટીમો પહેલા રાઉન્ડમાં જ હારી ગઇ, પરંતુ ખેલાડીઓ તથા કોચના ઉત્સાહથી ખુબજ સારી રીતે તાલીમ ચાલતી હતી. ત્યારબાદ 1979માં ટીમોએ ભાગ લીધો અને 25 વર્ષથી રમાતી શાળાકીય સ્પર્ધામાં ખેલાડીઓ દ્વારા ખુબ જ સારુ પ્રદર્શન કરવાના હિસાબે પ્રથમ વાર સુરતની ટીમ વિજેતા થઇ, પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું જેથી રાજયની ટીમમાં દિપક ગવર, અશોક રાજપુત અને એહમદ શેખની પસંદગી થઇ. રાષ્ટ્રકક્ષાએ આસામ ગુવાહાટી ખાતે ભાગ લીધો. સાથે સાથે સુરતમાં વોલિબોલ એસોસીએશનની સ્થાપના થઇ. તેથી રાજ્યમાં રમાતી એસોસિએશનની સ્પર્ધામા પણ સુરતના ખેલાડીઓ પણ સારો દેખાવ પણ લાગ્યા. પરિણામે પ્રથમવાર સુરતમાંથી ગણેશ સવાણીની સિનિયરની રાજ્યની ટીમમાં પસંદગી થઇ. વિવિધ એજ ગ્રુપમાં ટીમોના રીઝલ્ટ આપવા લાગ્યા. જેના હિસાબે દર વર્ષે વધારે પ્રમાણમાં ખેલાડીઓની પસદંગી રાજ્યની ટીમમાં થવા લાગી. એક સમય એવો આવ્યો કે ચાર એજ ગ્રુપમાં ભાગ લીધો અને ચારે એજ ગ્રુપમાં ભાઇઓ બહેનોની ટીમો વિજેતા થઇ જેના હિસાબે.(1) અહેમદ શેખ (2) ચંદ્નકાન્ત પવાર (3) રવિંદ્ર શિન્દે (4) કિશન પટેલ (5) મનીષ નાયક (6) પરેશ ઘંટીવાલા (7)મુકેશ ઘંટીવાલા (8) અશ્વિન મહુધાગરાની વિવિધ ટીમોમાં રાષ્ટ્ર્કક્ષા માટે પસંદગી થઇ. તથા બહેનોના વિભાગમાં (1) સોનલ એંજીનીયર (2) દક્ષા શાહ (3) ઇલાક્ષી મૈસુરીયા (4) નિલમ ગીલીટવાલા(5) વંદના સાવંતની પસંદગી થઇ. ત્યારબાદ તો રાજ્યમાં દરેક વખતે રાજયની ટીમમાં 10થી 12 વર્ષ બહેનોની ટીમો તો સાત વખત ચેમ્પીયન રહી, અને લગભગ એ સમયે 25થી 30 ખેલાડી બહેનો અને 30 થી 35 ખેલાડી ભાઇઓ રાષ્ટ્રકક્ષાએ ભાગ લીધો 1980થી 1990નો ગાળો સુરતનો વોલિબોલ રમતનો સુર્વણ કાળ કહી શકાય.

એ સમય દરમિયાન ચાવડાની પણ અન્ય સ્થળે ટ્રાન્સફર થઇ. ખેલાડીઓમા પણ ઉત્સાહ ઓછો થતો ગયો. ઘણા બધા ખેલાડી સિનિયરની રાજ્યની ટીમમા પણ પસંદગી પામી રાષ્ટ્રકક્ષાએ રમવા ગયા. જેમાં સિનિયર ભાઇઓની ટીમમાં (1) ગણેશ સવાણી (2) દિપક ધિવર (3) અશોક રાજપુત(4) એહમદ શેખ (5) ચંદ્રકાંત પવાર (6) ધવલ યોયોવાલા (7) મનીષ નાયક જેવા ખેલાડીઓ તથા બહેનોની પણ સિનિયરની ટીમમા એક સાથે 7 બહેનોની પસંદગી થઇ એ સુરતમાં ખુબજ ગૌરવની વાત હતી. ત્યારબાદ 1990થી કોઇપણ કોચ સુરત ખાતે ન હોવાથી સુરત વોલિબોલનો ઉત્સાહ ઘટવા માંડ્યો.
જયંત શુક્લાની પ્રેરણાથી એહમદ શેખને શુક્લા સાહેબે એન.આઇ.એસ ની પદવી માટે પટીયાલા મોકલ્યા અને શેખ એન.આઇ.એસ. કોચ બની તે પરત આવ્યા બાદ કોચ તરીકે સરકારી સેવામાં જોડાયા અને પ્રથમ પોસ્ટીંગ ભુજ થયુ. સુરતની વ્યકિતને ભુજમા પોસ્ટીંગ આપ્યુ પરંતુ સુરતના શેખ ખુબ જ મહેનત શરૂ કરી અને ભુજમાંથી કુ. કેના ધોળકીયા નામની ખેલાડી જેઓ ભારતની ટીમમાં પસંદગી પામી અને ભારતની ટીમના કેપ્ટન તરીકે જુનિયર એશિયન ચેમ્પીયનશીપમાં ભાગ લીધો જે ગુજરાતન ઇતિહાસમાં પ્રથમ મહીલા ખેલાડી હતી. જેમણે ગુજરાતનું નામ રાષ્ટ્રમાં રોશન કર્યુ. 1990થી 2002 સુધીનો કાળ સુરત માતે અંત્યત ખરાબ સમય હતો.
2002 પછી ફરીથી સુરતમાં વિવિધ શાળાઓમાં સારૂ કામ શરૂ થયુ અને ફરીથી સુરત પહેલાની જેમ એજ્ગ્રુપ અને સિનિયર ગ્રુપમાં સારૂ પ્રદર્શન કરવા લાગ્યા . પહેલાની જેમ ફરીથી સુરતમાંથી ખેલાડીઓ ગુજરાતની ટીમમાં રાફડાની જેમ પસંદ થવા લાગ્યા . જેમાં સિનિયરમાં જય એન. પટેલ સતત સાત વાર સિનિયરની ટીમના પસંદગી પામ્યા. (1) રેવા ભરવાડ (2) રોમીત બુનકી (3) રાજ બુનકી (4) મેહુલ ગાંધી (હાલમાં પ્રાધ્યાપક, સાબરગામ કોલેજ) (5) અંકુર ગાંધી (6) સુહાસ ગની વાલા (હાલમાં ગુજરાત પોસ્ટલમાં નોકરી) (7) નિરવ કાકોરીયા. (પોસ્ટલ) તમામ ખેલાડીઓ એજ ગ્રુપ તથા સિનિયરમાં પસંદગી પામી રાષ્ટ્રકક્ષાએ રમ્યા હતા. જે થી લગભગ 2014 સુધીનો કાળ પણ સુરત માટે ખુબ જ સરસ રમ્યા.
હાલમાં સુરત ખાતે વોલિબોલની રમતમાં ઉત્સાહ ખુબ જ ઓછો હોય એમ લાગે છે કારણ કે ઘણી વાર સુરતની ટીમો રાજયકક્ષાએ ગેરહાજર જણાય હોય છે. સુરત શહેર માંથી હાલમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ ખેલાડી સુરતમાંથી રાષ્ટ્રકક્ષાએ પસંદગી પામ્યા નથી જે સુરત માટે સત્વંત દુખની વાત છે. ગત વર્ષે ભીમપોરનો એક ખેલાડી સમર્થ પટેલ જેઓ નડીયાદ વોલિબોલ એકેડેમીમાં હતા અને એમણે ભારતની યુથની ટીમ માંથી પસંદગી પામી આંતર રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ સુરતનાં ખેલાડી તરીકે નામ રોશન કર્યુ છે. જેઓ ગુજરાત માંથી પ્રથમ આંતર રાષ્ટ્રીય ખેલાડી બન્યો છે.છતાં હાલમાં સુરત શહેરમાં વોલિબોલ ઓછુ રમાતુ હોય એમ લાગે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ જેમકે ભીમપોર, ડુમસ તથા નવસારીના કાંઠા વિસ્તારમાં વોલિબોલ ખુબ સારા પ્રમાણમાં રમાતુ જોવા મળે છે. જેથી જો સુરત શહેરમાં પણ જો એસો. દ્વારા વધુ સ્પર્ધાઓ કે કેમ્પના આયોજન કરવામાં આવે તો ચોક્કસપણે સુરત ફરીથી વોલિબોલની રમતમાં સોનાની મુરત બની શકે. હાલમાં રાષ્ટ્રકક્ષાએ ગુજરાતનો સુવર્ણ કાળ બહેનો તથા ભાઇઓ બન્ને વિભાગમાં છે. ગુજરાતનું રાષ્ટ્રકક્ષાએ ખુબજ સારુ પ્રદર્શન છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના ૧૨ થી ૧૫ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમ્યા છે. જેમાથી સમર્થ પટેલ જે સુરત ભીમપોરનાં ખેલાડી છે ખરેખર સૌએ સાથે મળી સુરતને ફરીથી ઉભુ કરવાની જરૂર છે. ખાસ કરીને વોલિબોલ એસોસિએશને ધ્યાન આપવાની જરૂર છે. એસો. દ્વારા જો ફરીથી યોગ્ય આયોજન કરી કામ શરૂ કરવામાં આવે તો ચોક્કસ પણે સુરત પહેલાની જેમજ ઝળકી શકે અને સુરતના ખેલાડીઓમાં વોલિબોલની રમત પ્રત્યે વધી રહેલી રૂચિ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિઓ મેળવવામાં યોગદાન આપશે એમ વોલિબોલ કોચ અહમદ શેખ જણાવે છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત