કેન્દ્રિય ગૃહમંત્રી-મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સુરતમાં ‘હિન્દી દિવસ સમારોહ-2022’ અને ‘દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન’ યોજાશે

રાષ્ટ્રીય
Spread the love

સુરત : તા.14મી સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસના ઉપલક્ષ્યમાં કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 14મીએ સવારે 10 વાગ્યે સુરત ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમમાં ‘હિન્દી દિવસ સમારોહ-2022’ અને ‘દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન’ યોજાશે. જેમાં વર્ષ 2021-22માટેના રાજભાષા પુરસ્કારો એનાયત કરાશે.
આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રીઓ નિત્યાનંદ રાય, અજય કુમાર મિશ્રા, નિશિથ પ્રામાણિક સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના ગણમાન્ય મંત્રીઓ,વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.મંત્રીઓની આ મુલાકાતને લઈને સમગ્ર વહીવટીતંત્ર સાબદું બન્યું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *