
સુરત, 12 સપ્ટેમ્બર : સુરત શહેરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 14 તથા 15મી સપ્ટેમ્બર-2022ના રોજ રાજ ભાષા હિંદી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જેમાં ભારત સરકાર ના ગૃહમંત્રી અમિત શાહ , ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને દેશભરમાંથી 8 હજાર કરતાં વધુ વિશિષ્ઠ મહાનુભાવો ઉપસ્થિતિ રહેવાના છે
હિંદી દિવસ ની ઉજવણી ના ઉપલક્ષ માં 14મી અને15મી સપ્ટેમ્બરના બે દિવસના સેશનમાં અનેક નિષ્ણાત ,તજજ્ઞો , વિખ્યાત ફિલ્મી હસ્તીઓ હાજર રહેશે અને રાજ ભાષા હિંદીની દેશના સંદર્ભે તેમજ ઇતિહાસના સંદર્ભે પોતાના વિચાર રજૂ કરશે. પ્રથમ દિવસે ઉદ્દઘાટન સમારોહ યોજાશે અને ત્યાર બાદ બીજા વિશિષ્ઠ વક્તાઓ પોતાના વિચાર રજૂ કરશે

આજે કલેકટર કચેરી ખાતે કલેકટર આયુષ ઓક અને ભારત સરકારના રાજ ભાષા પ્રભાગ ગૃહ વિભાગના સચિવ રાજભાષા હિંદી અંસુલીઆર્યા અને પ્રભાગના અધિકારીઓ સાથે જીલ્લા પ્રશાસનના અધિકારીઓ સાથે બેઠક નું આયોજન થયું હતું જેમાં બે દિવસીય ઉજવણીના આયોજન અને વ્યવસ્થાની બારીકાઇ થી ચર્ચા કરવામાં આવી હતી.આજે કલેકટર કચેરીએ મળેલી બેઠક માં જીલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને ભારત સરકારના રાજ ભાષા પ્રભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત