
સુરત, 8 સપ્ટેમ્બર : નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા દેશની મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવાયેલ નીટ મેઈન પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.આ પરીક્ષામાં પી.પી.સવાણી સેન્ટર ફોર એક્સેલન્સના જાદવ વરદ વૈભવભાઈ 700 માર્ક્સ મેળવીને સમગ્ર ભારતમાં EWS કેટેગેરીમાં બીજો રેન્ક પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી.આ ઉપરાંત અન્ય વિદ્યાર્થી જેમીષ અશોકભાઈ લાદુમોર વિધાર્થીએ 680 માર્ક્સ મેળવીને સમગ્ર ભારતમાં સુરતનું નામ રોશન કર્યું હતું.

આ વિદ્યાર્થીઓની મહેનત અને કોઠાસૂઝ તથા ખંતીલા શિક્ષકોનું સમયસરનું અને સચોટ યોગ્યદીશાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓની સફળતાના પર્યાય બની ગયા હતા.અને અવિરત પણે દર વર્ષની જેમ જ સમગ્ર ગુજરાતમાં પી.પી.સવાણી સેન્ટર ફોર એક્સેલન્સ અગ્રેસર રહી ખુબ જ ધમાકેદાર પરિણામ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી.આ તબક્કે ક્વોલીફાઈડ થયેલા તમામ વિદ્યાર્થીઓને પી.પી.સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઈ સવાણીએ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે પી.પી.સવાણી સ્કૂલના 34 વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં 600 કરતા વધારે માર્ક્સ મેળવ્યા છે..
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત