
સુરત, 11 સપ્ટેમ્બર : આજરોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ટોચની એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવાયેલ જેઈઈ એડવાન્સ પરીક્ષાના પરિણામમાં પી પી સવાણી સ્કૂલનો ડંકો વાગ્યો હતો. ટોટલ 40 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા ક્વોલીફાઈ કરી હતી.આ પરીક્ષામાં પીપી સવાણી સ્કુલનો મોનીલ હસમુખચાંદગઢીયાએ સમગ્ર ભારતમાં ઇ ડબલ્યુ એસ કેટેગરીમાં 11 મો રેન્ક પ્રાપ્ત કરી સમગ્ર સુરતનું નામ રોશન કર્યું હતું.વિશેષમાં જણાવવાનું કે મોનીલ હસમુખ ચાંદગઢીયા એક પગે દિવ્યાંગ હોવા છતાં એની મહેનત અને લગન આ પરીક્ષા નું પરિણામ મેળવવામાં ખૂબ મદદરૂપ રહ્યા હતા.અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો એ ઉક્તિને ચરીતાર્થ કરતા આજે મોનિલે આવું ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યો હતો.

મોનિલ એમના પરિવાર સાથે સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે.મોનીલ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામ નો વતની છે એમના પપ્પા હીરાના કારખાનામાં કામ કરે છે તથા માતા ઘરકામ કરી ગુજરાન ચલાવે છે.વિશેષમાં આ તબક્કે શાળાના ચેરમેન વલ્લભભાઈ સવાણીએ ક્વોલીફાય થયેલા તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત