
સુરત,14 સપ્ટેમ્બર : સુરત શહેરમાં અવારનવાર હનીટ્રેપના કિસ્સાઓ બની રહ્યા છે.ત્યારે શહેરના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા વૃદ્ધ કાપડ દલાલને હનીટ્રેપમાં ફસાવી 5 લાખની માંગણી કરનારા મુખ્ય સૂત્રધાર હેડ કોન્સ્ટેબલ જયેશ આહીરને ઝડપી લેવામાં પોલીસેન સફળતા મળી છે.
પોલીસના સુત્રોથી મળતી માહિતી મુજબ શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા વૃદ્ધ કાપડ દલાલને સાડી ખરીદવાના બહાના હેઠળ ઘોડદોડ વિસ્તારમા આવેલા પૂજા એપાર્ટમેન્ટમાં બોલવવવામાં આવ્યા હતા.જ્યાં ફ્લેટ પર વૃદ્ધ પહોંચતા તેને પાણીનો ગ્લાસ આપીને એક મહિલા તેની આબાજુમાં બેસી ગઈ હતી.વૃદ્ધ હજુ કઈ સમજે તે પહેલા ત્યાં ખાખી વર્દી પહેરેલા 3 વ્યક્તિઓ આવી પહોંચ્યા હતા અને તમે ક્યાંથી આવો છો ? આવા ધંધા કેમ કરો છો ? તેમ કહીને વૃદ્ધને એક તમાચો જીકી દીધો હતો.આ ઘટનાથી વૃદ્ધ હતપ્રભ થઇ ગયા હતા.આ ત્રણેય વ્યક્તિએ આ વૃદ્ધને પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી અને જો તેમાંથી બચવું હોય તો 5 લાખ રૂપિયા આપવા પડશે તેવી માંગણી કરી હતી.આ સમગ્ર મામલે પોલીસે અગાઉ જીગ્નેશ જીયાવીયા અને દેવેન્દ્ર ઉર્ફે દેવો જોષીની ધરપકડ કરી હતી.પરંતુ, આ પ્રકરણનો મુખ્ય સૂત્રધાર હેડ કોન્સ્ટેબલ જયેશ લાધુ આહીર નાસતો ફરતો હતો. જેને દબોચી લેવામાં ઉમરા પોલીસે સફળતા મેળવી છે.હવે, આ પ્રકરણમાં ઊંડી તપાસ કરવામાં આવશે કે આ અગાઉ આ ટોળકી દ્વારા અગાઉ કોઈને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવામાં આવ્યા છે કે કેમ ?
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત