36મી નેશનલ ગેમ્સ પહેલાં સુરત જિલ્લાની 1600 શાળાઓ રમત ગમત પ્રવૃત્તિથી ધમધમી ઉઠી

ખેલ જગત
Spread the love

સુરત, 15 સપ્ટેમ્બર : 36મી નેશનલ ગેમ્સના આયોજનના ભાગરૂપે જીલ્લાની માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓમાં રમત ગમત પ્રત્યે રૂચી કેળવાય અને ઉત્સાહ વધે તેના ભાગ રૂપે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ માધ્યમિક શાળાઓમાં ગ્રામિણ અને બીજી વિવિધ રમતો રમવાનો આજે દિવસ હતો.આગામી તા.29સપ્ટેમ્બરથી સૂરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે અને ડુમસ દરિયા કિનારે વોલીબોલ, હેન્ડ બોલ, અને બાસ્કેટ બોલ, ટેબલ ટેનિસની રાષ્ટ્રીય કક્ષાની રમતોની તૈયારી ચાલી રહી છે ત્યારે સૂરત શહેર અને જિલ્લામાં ગામે ગામ અને શાળા, મહા શાળાઓ, રમતવીરો, સૌ નાગરિકોમાં રમત ગમત પ્રત્યે ઉત્સાહ વધે તેવા આશયથી શાળાઓમાં જુદી જુદી રમતોના માધ્યમથી આજે જીલ્લાભરની 1600 શાળાઓ ધમધમી ઉઠી હતી.
તા.29મી શરૂ થતા નેશનલ ગેમ્સનું મોટાપાયા પર આયોજન થયું છે ત્યારે તમામ બાળકો નેશનલ ગેમ્સનું મહત્વ સમજે અને જુની રમતોની સાથે નવી રમતોનું મહત્વ સમજે, રમત ગમતના નિયમોથી વાકેફ થાય તેમજ રમત ગમત ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવી શકાય. તે હેતુથી એડવાન્સ રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વોલીબોલ, ચેસ, લખોટી, બાસ્કેટબોલ, કબડ્ડી, કેરમ વગરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.જીલ્લામાં 1600થી વધુ માધ્યમિક શાળાઓમાં આજે વિદ્યાર્થીઓએ પોતાની રીતે જુદી જુદી રમતો રમીને રમતોત્સવનો માહોલ ઉભો કર્યો હતો.આમ જોવા જઇએ તો આ એક મોટી રમતો જેવું જ વાતાવરણનું સર્જનનો પ્રયાસ સફળ રહ્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *