માંડવી નગર-તાલુકામાં ભારે વરસાદ છતા નેશનલ ગેમ્સ-2022ની જાગૃત્તિ અર્થે આયોજિત રમતોત્સવમાં વિદ્યાર્થીઓ ઉત્સાહથી જોડાયા

ખેલ જગત
Spread the love

સુરત, 15 સપ્ટેમ્બર : માંડવી એજ્યુકેશન સોસાયટી સંચાલિત માંડવી હાઈસ્કુલ ખાતે સાંસદપ્રભુવસાવાની વિશેષ ઉપસ્થિતિમાં ‘નેશનલ ગેમ્સ-2022’ની જાગૃત્તિ અર્થે રમતોત્સવ યોજાયો હતો. માંડવી નગર અને તાલુકામાં ભારે વરસાદ છતા આ ઈવેન્ટમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. છેલ્લા 24 કલાકથી ભારે વરસાદના પરિણામે માંડવી નગર તથા તાલુકાની વિવિઘ શાળાઓમાં યોજાનાર 36મા નેશનલ ગેમ્સની જાગૃત્તિ માટેના સ્પોર્ટ્સ ઈવેન્ટસમાં બાધા ઉત્પન્ન થઈ હતી, છતાં પણ સમયમાં ફેરબદલ કરી મેદાનના સ્થાને વર્ગ ખંડોમાં વિવિધ રમતો યોજાઈ હતી.

સાંસદ વસાવાએ માંડવી હાઈસ્કુલ ખાતે ઉપસ્થિત રહી બાળકોનો જોમજુસ્સો વધાર્યો હતો. તેમણે નેશનલ ગેમ્સમાં જોરશોરથી ભાગ લેવા અને ‘હારજીત તો એક ગૌણ વાત છે, આવશ્યકતા છે મેદાનમાં મક્કમતાથી ઉભા રહેવાની’ એમ જણાવી રમતગમતને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા સૌ વિદ્યાર્થીઓને અપીલ કરી હતી.આ વેળાએ સૌએ રમતગમતને જીવનમાં આગવું સ્થાન આપી દૈનિક વ્યાયામ, સ્પોર્ટ્સમાં ભાગ લઈને સ્વસ્થ અને ઉન્નત ભારતના નિર્માણ માટે પ્રણ લીધા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *